રાજકોટ
News of Wednesday, 15th September 2021

વોર્ડ નં. ૧૪ના યુવા કોર્પોરેટર નિલેષ જલુએ ચાલુ વરસાદે ગળાડુબ પાણીમાં મહિલાઓ - બાળકોને બચાવ્યા

લલ્લુડી વોકળીમાં કલાકો સુધી રેસ્કયુ ઓપરેશન કરાવી રહેવાસીઓ માટે રહેવા - જમવાની વ્યવસ્થા કરાવી

રાજકોટ : બે દિવસ પહેલા શહેરમાં પડેલા અંધાધૂંધ વરસાદથી વોર્ડ નં. ૧૪માં આવેલ લલ્લુડી વોકળીમાં ગળાડૂબ પાણી ભરાઇ ગયા હતા ત્યારે અહીંના યુવા કોર્પોરેટર નિલેષભાઇ જલુ અને તેમના કાર્યકરોની ટીમે તાત્કાલિક યુધ્ધના ધોરણે ફાયરબ્રિગેડ તથા પોલીસની સાથે રેસ્કયુ ઓપરેશન શરૂ કરાવેલ. જેમાં ખુદ નિલેષ જલુએ આ ધસમસતા ગળાડૂબ પાણીમાં ઝંપલાવી અને મકાનોમાં ફસાયેલા બાળકો તેમજ મહિલાઓને ખંભા ઉપર ઉંચકી અને સલામત સ્થળે ખસેડવાની કામગીરીમાં તનતોડ સહયોગ આપ્યો હતો જે તસ્વીરમાં દર્શાય છે. આ ઉપરાંત પૂરમાંથી બચાવેલા લોકો માટે તાત્કાલિક ધોરણે રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ કરાવી હતી. તે પણ તસ્વીરમાં દર્શાય છે. આમ, આ યુવા કોર્પોરેટરે ખરા સમયે લોકોની સાથે રહી અને એક ઉમદા કાર્ય કર્યું હતું. 

(3:33 pm IST)