રાજકોટ
News of Friday, 15th October 2021

ક્ષત્રિય રાજપુત સમાજના આગેવાનો દ્વારા પરંપરાગત શસ્ત્રપુજન-શહીદોને અંજલી-શોભાયાત્રા

રાજકોટઃ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા શ્રી ગુજરાત રાજપૂત ક્ષત્રિત સંગઠન દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ  શ્રી રામનાથપરા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વાડી ખાતે શ્રી રામનાથપરા કારડીયા રાજપૂત સમાજના યજમાનપદે  યોજાયો હતો. સાથે રાષ્ટ્રરક્ષા માટે વીરગતિ પામેલા શહીદ વિરોને વીરાંજલી અપાઈ હતી. શોભા યાત્રાનો રામનાથપરા શ્રી રાજપૂત ક્ષત્રિય કારડીયા રાજપૂત વાડી  ખાતેથી પ્રારંભ થઇ ભગવતી મહાકાળીના દર્શન કરીને પંચનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.

 આ પરંપરાગત શસ્ત્રપૂજન તથા શહીદી વંદના વીરાંજલી કાર્યક્રમમાં સર્વે ક્ષત્રિય રાજપૂત બંધુઓને  શ્રી રામનાથપરા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ,શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના તથા શ્રી ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન રાજકોટ  શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી સુખદેવદાસજી બાપુ દાણીધાર ધામવાળા તથા શ્રી ૧૦૮ શ્રી રઘુવીરદાસજી મહારાજ કાગદડી શ્રી ખોડિયાર માતા આશ્રમ તથા ક્ષત્રિય રાજપૂત સમાજ આગેવાનો તથા યુવાનો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહી ને પોતાની પરંપરાનું વહન કર્યું હતું. તેમ મહેશસિંહ રાજપુત (પ્રમુખ રામનાથ પરા કારડીયા રાજપુત જાહેર સેવા સમાજ ટ્રસ્ટ)ની યાદીમાં જણાવાયું છે.

(3:55 pm IST)