રાજકોટ
News of Monday, 15th November 2021

લસ્સીલાલ છાસવાલાની છાશ જેવી સ્વાદિષ્ટ ગોઠડી

એય ને..... ત્યારે , હું આવી ગયો છું: લસ્સીલાલ છાસવાલા, રહે. છાસવાલા, બાપાસીતારામ ચોક, રીયલ પ્રાઈમ બિલ્ડીંગ, મવડી ચોકડી પાસે , મવડી. અને સૌને જય ભારત ને જય ગૌમાતા સાથે જણાવાનું કે હજી સુધી તમારા જોઈએ એવા મેસેજ આવ્યા નથી હો whatsappમાં .... હું આમ તમારી રાહ જોવું છું, ત્યાં પણ તમારી સાથે વાત્યું કરીશ !, તો હાલો ત્યારે આજની ગોઠડી માંડીએ ?! તો આવી જજો મારી વાત્યુંમાં હોંકારો દેવા....

તો ભાઇયું ને બેનું, આ મારી વાત્યું પછી તમારા માંથી કેટલાયે મને ઘણાયે પ્રશ્નો પૂછ્યા છાશને લગતા. તો હાલો ત્યારે અહીંયા જ એના જવાબ આપું.

છાશને લગતા કેટલાક પ્રશ્નો

છાશનું સેવન કયારે કરવું જોઈએ?: તમે ઈચ્છો તો ભજન સાથે અને ભોજન પછી પણ છાશનું સેવન કરી શકો છો જે તમને ભોજન પચાવવામાં મદદરૂપ થાય છે.

છાશ ની તાસીર કેવી છે?: ઠંડી તાસીર છે છાશની, જો તમને શરદી ઉધરસની સમસ્યા, કાનની સમસ્યા હોય તો છાશનું સેવન કરવું જોઈએ નહી

શું છાશનું સેવન કરવાથી વજન વધી શકે છે?: છાશ ની અંદર ખુબજ સારા વિટામિન્સ, મિનરલ્સ અને બહુ ઓછી કેલેરી અને ફેટ ધરાવતું પીણું છે ,છાશનું સેવન કરવાથી તમે તાજગીનો અનુભવની સાથે હાઈડ્રેટેડ રહો છો તે તમારો વજન વધારતી નથી પરંતુ ભોજન પચાવવામાં મદદરૂપ થાય છે.

શું ખાલી પેટે છાશનું સેવન કરી શકાય?: છાશ એ એવું પીણું છે જેનું તમે કયારે પણ સેવન કરી શકો છો, સવાર, બપોર કે રાત.

ગેસ ની સમસ્યામા છાશનું સેવન કરી શકાય?: સામાન્ય રીતે છાશનું સેવન ભોજન સાથે અને ઘણા લોકો ભોજન પછી કરે છે, તમને જણાવીએ કે છાશ ની અંદર રહેલ લેકટીક એસીડ આપણી પાચનક્રિયાને ફાયદા કારક છે જે તમને ગેસની સમસ્યાથી દુર રહેવામાં મદદરૂપ થશે.

આપણે ભોજન સાથે ઘણી જાતના પીણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ મોટાભાગે છાશનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત જેવું કાર્ય કરે છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શકિત પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શકિતમાં પણ વધારો કરે છે. સારૃં પીણું શરીરને ઊર્જા આપવાની સાથે શરીરમાં રોગપ્રતિકાર શકિતમાં પણ વધારો છે. પરંતુ દરેક વસ્તુ માટે યોગ્ય સમય અને કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો તે વસ્તુઓ કયારેય આડઅસર કરતી નથી.

ભોજન સાથે છાસ પીવી કેટલી હિતાવહ

દરરોજ સવારના નાસ્તા અને બપોરના ભોજન પછી છાશ પીવાથી શકિત વધે છે અને વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને કસમયે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે.

 ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. છાસ પીવાથી રોગો આપણી આસપાસ પણ નથી ભટકતા અને કેટલાક એવા રોગો જ દૂર થાય છે તે ફરી કયારેય થતા નથી.

 પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં ૩-૪ વખત છાસ પીવી જોઈએ.

 છાશમાં ઘી ન હોવું જોઈએ. જમતી વખતે તાજી છાશ વધુ ગુણકારી હોય છે.

 છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે અને એટલે જ ઉનાળામાં લોકો છાશ પીતા હોય છે. છાશ આપણા વાળ અને આંખો માટે પણ અત્યંત લાભકારી હોય છે.

 છાશ પીવાથી અનેક રોગોનો નાશ થાય છે પરંતુ છાશ ખાટી ન હોવી જોઈએ નહિતર તેની આડઅસર પણ થઈ શકે છે.

 ભોજન સાથે છાશ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ પોષણ મળે છે. છાંસમાં ચપટી મરી, જીરૃં અને સિંધાલું મીઠું નાખવાથી તે ગજબનું અસર કરે છે.

 છાશમાં એવા બેકટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે.

તો ભાયું, જો આવી ગૂણકારી છાસ મારે ત્યાંથી મળતી હોય તો તમારે બીજે કયાંય શું કામ જવાનું હેં?! સારી , સ્વાદિષ્ટ, ફુદીના, મરી, જીરા વાળી છાશ્યુંપીવી હોય તો આવી જજો આપણા ઓટલે, એડ્રેસ લખી લો.

છાસવાલા , બાપાસીતારામ ચોક , રીયલ પ્રાઈમ બિલ્ડીંગ , મવડી ચોકડી પાસે , મવડી. મો.૯૩૧૩૮ ૦૫૩૯૩ ઈ-મેઈલઃ chhaswala.bapasitaram@gmail.com

(3:00 pm IST)