રાજકોટ
News of Saturday, 16th January 2021

મંગળવારે ઓશોનો ૩૨મો નિર્વાણ દિવસ

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે એક દિવસીય નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર

રાજકોટઃ આગાામી તા.૧૯ના મંગળવારે ઓશોના ૩૨માં નિર્વાણ દિવસ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ૧ દિવસીય નિશુલ્ક ઓશો ધ્યાન શિબિરનું આયોજન થયું છે. સ્વામી બ્રહ્મવેદાંતજીને હૃદયાજંલી અને પુષ્પાજંલી સાથે ૧૦૦ મીણબતીનું પ્રાર્થના ધ્યાન રાખવામાં આવેલ છેે.

ઓશોની અંતિમ યાત્રાની દુર્લભ વિડીયો આઇ લીવ યુ માય ડ્રિમ તથા સ્વામી બ્રહ્મવેદાંતજીની પૂર્ણતાના પંથે દર્શાવવામાં આવશે. પ્રવિણ પ્રકાશનમાં ઓશોના ૨ પુસ્તકો (૧) તંત્રસુત્ર ભાગ ૧ તથા તંત્ર સુત્ર ભાગ ૨ પુસ્તકોનું વિમોચન કરાશે.

શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી માટે આધાર કાર્ડની ઝેરોક્ષ આપવી ફરજીયાત રહેશે. શિબિરમાં સવારથી રાત્રી સુધી સહભાગી થઇ શકે તેઓ એ જ નોંધણી કરાવવી.

માસ્ક હેન્ડસેનીટાઇઝેશન, સોશ્યલ ડિસ્ટન્સ સાથે સરકારી ગાઇડ લાઇન પ્રમાણે શિબિરનું આયોજન કરેલ છે.

શિબિર સ્થળ તથા નામ નોંધણી માટે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રિજની બાજુમાં વૈદ્યવાડી શેરી નં.૪ ડીમાર્ટની પાછળની શેરી રાજકોટ વિશેષ માહિતી માટે સ્વામી સત્યપ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(11:51 am IST)