રાજકોટ
News of Saturday, 16th January 2021

રૂડાની આવાસ યોજનાના ફોર્મ પરત આપવાની મુદતમાં વધારો

૧-ર-૩ બીએચકેનાં ફોર્મ તા. રર સુધીમાં અરજદારો જમા કરાવી શકશે : ૬૮૮ આવાસ માટે ૧૬૦પ ફોર્મ આવ્યા

રાજકોટ, તા. ૧૬ :  પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા નિર્માણાધિન ૧ બીએચકે, ર બીએચકે તથા ૩ બીએચકેના વિવિધ કેટેગરીના ખાલી ૬૮૮ આવાસો અંગે હાલ ફોર્મ વિતરણ પ્રગતિમાં છે. જેની સાપેક્ષમાં EWS1 ના ર૩૭, EWS2 ના ૮૦૬ LIG ના પ૪૦ તથા MIG ના રર ફોર્ભ ભરાઇ ને પરત આવેલ આમ કુલ ૬૮૮ આવાસની સામે ૧૬૦પ અરજીઓ તારીખ ૧પ સુધી પરત આવી ગયેલ છે. જેમાં ૧૦૪ અરજીઓ ઓનલાઇન સીસ્ટમ અનુસાર આવેલ હતી. હજુ એક દિવસના ફોર્મ આવવાના બાકી છે. આ સમયગાળા દરમિયાન રૂડા કચેરીને આવેલ રજુઆત અનુસાર હાલ મહાનગરપાલિકાના ફોર્મ પણ ભરવાના ચાલુ હોઇ મામલતદારના આવકના દાખલમાં વેઇટીંગને કારણે લોકોમાં ફોર્મ ભરવા અંગે મુંજવણ ઉભી થયેલ છે. આ બાબતે ધ્યાને લેતા રૂડા કચેરી દ્વારા EWS1,EWS2 તથા LIG કેટેગરીના ફોર્મ ભરીને ડીપોઝીટ સાથે પરત કરવાની કામગીરી માટે રર  સુધી તારીખ લંબાવવા અંતે નિર્ણય કરેલ છે. આ અંગે રૂડાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન નવા ફોર્મ મળી શકશે નહી ફકત ફોર્મ ભરી ને પરત આપવા અંગે સમય વધારેલ છે. તો અરજદાર આખરી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરે એવો અનુરોધ છે. તથા જે ઇચ્છુક અરજદાર ૧૬ સુધી ફોર્મ જમા કરાવી શકેલ નથી તે અરજદાર દ્વારા વહેલી તકે ફોર્મ જમા કરાવવા. તથા MIG કેટેગરી માટે ફોર્મ મેળવવા તથા ડીપોઝીટ સાથે ફોર્મ ભરી પરત આપવાની તારીખ રર સુધી લંબાવેલ લંબાવવા નિર્ણય કરેલ છે. ફોર્મ મેળવવા તથા જમા કરાવવા માટે ICICI બેંકનો સંપર્ક કરવાનો રહેશે (જેમાં EWS1,EWS2  તથા LIG કેટેગરીના ફોર્મ મળશે નહિ).

વધારેલ તા. ર૩ જાન્યુઆરી દરમિયાન જે અરજદાર ને ફોર્મ લેવાનું બાકી રહેલ છે અને ફોર્મ ભરવા ઇચ્છુક છે તેવા અરજદાર ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જે અંતે રૂડા કચેરીની વેસાઇટ www.rajkotuda.com, www.rajkotuda.co.in  પરથી તા. રર જાન્યુઆરી (ર૩.પ૯ કલાક) સુધી ફોર્મ ભરી શકાશે. લાભાર્થીને કોઇપણ પ્રકારની મુંજવણ હોય તે અંગે રૂડા કચેરીના ફોન નં. ૦ર૮૧ર૪૪૦૮૧૦ / ૯૯૦૯ ૯૯ર૬૧ર પર સંપર્ક કરવા રૂડા કચેરીની યાદીમાં જણાવેલ છે.

(4:02 pm IST)