રાજકોટ
News of Saturday, 16th January 2021

સાંજે કલેકટરના અધ્યક્ષપદે ડીએલપીસીની બેઠક અમુલ ડેરીએ માંગેલ જમીન અંગે ભાવો નક્કી થશેઃ અમુલે ૧રપ એકર જમીન માંગી છે

વિશ્વ વિખ્યાત અમુલ ડેરીએ રાજકોટના આણંદપર નવાગામ પાસે એશીયાનો મોટો દુધ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા કલેકટર તંત્ર પાસે ૭૦+૫પ=૧૨૫ જમીન માંગી છે. તેની માપણી કરી લેવાઇ છે. પ્રાંતે કલેકટરને રીપોર્ટ કરી દીધો છે. દરમિયાન આજે સાંજે કલેકટરના અધ્યક્ષપદ હેઠળ ડીએલપીસીની મહત્વની બેઠક મળશે. અમુલ ડેરીને આપવાની થતી જમીનના ભાવો ફાઇનલ થશે. સર્વિસ ચાર્જ અંગે પણ નિર્ણય લેવાશે.

(4:02 pm IST)