રાજકોટ
News of Tuesday, 16th February 2021

પતિના ખુનના ગુના પકડાયેલ પત્નિની જામીન અરજીને મંજુર કરતી સેસન્સ કોર્ટ

રાજકોટ,તા. ૧૬: પતિના ખુનના ગુનામાં સેશન્સ અદાલતે પત્નીની જામીન અરજી સેસન્સ કોર્ટ મંજુર કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે આ કામના ફરીયાદી બહેન રેખાબેન વા/ ઓફ હરેશભાઇ કિહલાએ પોતાની ફરીયાદ જાહેર કરેલ જેમા આ કામના ફરીના પતિએ હાથ ઉછીના પૈસા લીધેલ હોય જેથી ફરીના પતિએ આ કામના આરોપીઓને પૈસા આપવાના બાકી હોય અને આરોપી ફરીના પતિને ફોનમા પૈસા બાબતેની ઉઘરાણી કરી ધમકી આપતા હોય ફરીના પતિને આ કામના બન્ને આરોપીઓએ તેના ઘરથી કયાંક બહાર બોલાવી ઝઘડો કરી તિક્ષણ હથીયાર વડે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી એકબીજાની મદદગારી કરી ગુન્હો જસદણ પો.સ્ટે. ખાતે રજી થયેલ હતો.

જ્યારે રેખાનો પતિ સુઇ ગયેલ પછી રેખાએ તેના પ્રેમી દિનેશ ઉર્ફે મહેશ ઉર્ફે બોધાને અંદર બોલાવેલ બંનેએ ગુનાહીત  કાવતરૂ રચી પ્લાનીંગ મુજબ રેખાએ તેના પતિના ગળાના ભાગે રાખી  દીધેલ દિનેશ ઉર્ફે મહેશ ઉર્ફે બોઘાએ રેખાને કહેલ કે જો તેનો પતિ જાગી જાય, માથુ ઉચુ કરે તો દોરીથી નીચે પથારીમાં પાછો પાડી ટુંપો આપી દેવો દિનેશે ઘરની અંદર 'લાશને ખાનપરથી જસદણ જવાના રસ્તે અવવારૂ જગ્યાએ ફેંકી આવેલ' બાદમાં રેખા તથા દિનેશ ઉર્ફે મહેશ ઉર્ફે બોઘાએ પ્લાનીંગ મુજબ રેખાના પતિની લાશને એક ગોદડામાં વિંટોળી દોરી વડે મોટર સાઇકલ ઉપર જસદણ જવાના રસ્તે સુમસામ જગ્યાએ લાશને ફેકી દીધેલ. આ કામના બન્ને આરોપી પાછા ઘરે જવાના રસ્તામાં ગોદડું તથા દોરડી તથા રેખાના લોહીવાળા કપડા ભાદર નદીમાં વહેતા પાણીમાં ફેંકી દીધેલ. ઘરે પહોંચી ગુન્હાના કામે ઉપયોગ કરેલ લોખંડની કોશ દિનેશ ઉર્ફે મહેશ ઉર્ફે બોઘાએ તેનુ મોટર સાયકલ લઇને તેની વાડીની સામે નદીમાં ખાંટીયાની ખાણમાં ફેંકી દીધેલ. રેખાએ પોતા (કપડુ) તથા પાણી વડે ઘરમાં લોહીના ડાઘ સાફ કરેલ હતા.

આ કામે રેખાબેન હરેશભાઇ કિહલાએ તેના વકીલશ્રી રાજેશ કનુભાઇ ધ્રુવ મારફત રાજકોટ અદાલતમાં જામીન અરજી કરેલ વકીલશ્રી રાજેશ કનુભાઇ ધ્રુવએ દલીલો કરેલ તથા સરકારી વકીલશ્રીએ દલીલો કરેલ તેમાં નામદાર સેસન્સ કોર્ટે રેખાબેન હરેશભાઇ કિહલાના વકીલશ્રીની દલીલો માન્ય રાખી જામીન અરજી મંજુર કરેલ હતી.

રેખાબેન હરેશભાઇ કિહલા વતી રાજેશ કનુભાઇ ધ્રુવ, ભરતભાઇ અંબાણી, ભૂમિકા એચ. ગજેરા, અંજુમ દોઢિયા, પ્રગતિ માંકડીયા, હિરેન પંડ્યા, પુજા જાંબુડીયા, નીરજ સોલંકી, અમીત કોઠારી એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:13 pm IST)