રાજકોટમાં JBG બ્રાન્ડ સરબત લોન્ચ
તસ્વીરમાં કિરીટભાઇ માનસેતા, પ્રતિક માનસેતા, રાજન માનસેતા, દિનેશભાઇ ગોટેચા, સુમંત રાજા નજરે પડે છે.(તસ્વીર સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ૧૬ : અહિંના જય ભવાની ડ્રાયફૂટ ડીસગોલા ૩૦ વર્ષથી વધુ સમયથી રાજકોટની સ્વાદપ્રિય જનતામાં ગુંજતું નામ છે.ડ્રાયફુટ ડીસગોલા હવે રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમદાવાદ, સુરત તેમજ ગુજરાતના સીમાડા ઓળંગીને મુંબઇ, હૈદ્રાબાદ, હુબલી જેવા મેટ્રો શહેરમાં પહોંચી ગયા છે.
ગ્રાહકોને હંમેશા કંઇક નવુ આપવાની ઉત્કંઠા ધરાવતા કીરીટભાઇ અને પ્રતિકભાઇએ ડ્રયફુટ ગોલામાં પણ ઘણું સંશોધન કરીને જનતાને સ્વાદનો ચસ્કો લગાવેલ છે.
હવે દરેક સ્વાદને વિશીષ્ટ રૂપ આપીને વિવિધ પ્રકારના જેબીજી બ્રાન્ડ સરબત માર્કેટમાં લોંચ કરેલ છે. જ તેના સ્વાદના કારણે ચાહકો હોંશેહોંશે સ્વીકારશે તેમાં કોઇ શંકા નથી.તેમ કિરીટભાઇ માનસેતા પ્રતિક માનસેતા, રાજન માનસેતા, દિનેશભાઇ ગોટેચા, સુસંત રાજા, રવિ માણેક જણાવ્યું હતું. તેઓએ જણાવેલ કે આ સરબતની વિશેષતા એ છે કે તેમાંઆઇએસઆઇ સ્ટાન્ડર્ડ મુજબના ફુડ ગ્રેડ કલર, એસેન્સ, સુગર તેમજ ફુડ ગ્રેડ પેક બોટલમાં પેકીંગ કરેલ છે એક બોટલમાંથી રપ ગ્લાસ દુધ કે લસ્સીમાં ઉમેરી તેનો આસ્વાદ માણી શકશો સરબતના એક ગ્લાસ (ર૦૦ મીલી) માપ માટે બોટલની કેપમાં સમાઇ તેટલું સીરપ લઇ શકાય. વધુ વિગતો માટે સુમંત રાજા મો. ૯૪૨૯૧ ૬૭૭૭૮નો સંપર્ક કરી શકાય છે.