રાજકોટ
News of Sunday, 16th May 2021

રાજકોટમાં કર્ફયુ સમય દરમ્યાન બીનજરૂરી રીતે ઘરની બહાર નીકળેલ 14ને ડ્રોન કેમેરા તેમજ CCTV કેમેરાની મદદથી પકડી કાર્યવાહી કરતી ભકિતનગર પોલીસ

રાજકોટ: શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ એહમદ તથા ડી.સી.પી. ઝોન-૧ પ્રવિણકુમાર તથા એ.સી.પી. એચ એલ.રાઠોડ પૂર્વે વિભાગની સુચના અન્વયે હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસ (COVID-19)ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ હોય જે સબંધે તકેદારીના ભાગરૂપે નોવેલ કોરોના વાઇરસ (COVID-19) ના વધતા સંક્રમણને અટકાવવા ગુજરાત સરકાર દ્વારા તકેદારી ના ભાગરૂપે તેમજ રાજકોટ શહેરમાં હાલમાં કોરોના મહામારી અનુસંધાને વધતા કોરોના સંક્રમણને અટકાવવા સારૂ મ્હે. પોલીસ કમીશ્નર સાહેબ રાજકોટ શહેર માં સક્ષમ અધિકારી ની પરવાનગી વગર અને અધિકૃત ગેર કાયદેસર રીતે ચાર કે ચાર થી વધુ વ્યકિતઓએ એક સાથે કોઇ પણ જગ્યાએ એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ હોય તેમજ રાત્રીના કલાક ૨૦/૦૦ થી સવારના ૦૬/૦૦ વાગ્યા દરમ્યાન રાત્રી કર્ફયુ જાહેર થયેલ હોય જે સબંધીત જાહેરનામુ બહાર પાડવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેકટર જે.ડી.ઝાલાની સુચના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સબ.ઇન્સ.આર.જે.કામળીયા તથા સર્વેલન્સ સ્ટાફની સાથે કર્ફયુ જાહેરનામાની અમલવારી કરાવવા પેટ્રોલીંગમાં હોઇ અને પો.સ્ટે. વિસ્તારમાં આવેલ શેરી-ગલીઓમાં માણસો વોકીંગ કરવા માટે નીકળતા હોય જેથી ડ્રોન કેમેરા તેમજ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ તરફથી CCTV કેમેરાના ફોટો મોકલતા તેને ચેક કરી અને કારણ વગર માણસો ઘરની બહાર નીકળેલ હોય જેથી નીચે જણાવેલ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલાઓના નામ સરનામા આ મુજબ છે. અસરફ હારૂનભાઇ દલ ઉ.વ.૪૧ રહે. જંગલેશ્વર શેરી નં-૧૩ હુશેની ચોક રાજકોટ, અનીસ આમદભાઇ ડાકોરા ઉ.વ.૩૫ રહે, ભરતવન સોસાયટી શેરી નં-૧ રાજકોટ, રીયાજ હુશેનભાઇ હાલેપોત્રા ઉ.વ.૨૧ રહે. ભવાની ચોક જંગલેશ્વર રાજકોટ, નાદીર બદરૂદીનભાઇ સાંગાણી ઉ.વ.૨૧ રહે. ભવાની ચોક મહેશ્વરી મે.રોડ રાજકોટ, ફીરોઝ ગફારભાઇ સોલંકી પીજારા ઉ.વ.૪૦ રહે. અંકુર સોસાયટી શેરી નં-૪ રાજકોટ, ઇર્શાદ અશરફભાઇ બેલીમ ઉ.વ. ૩૦ રહે. જંગલેશ્વર શેરીનં. ૧૫ નુરાની ચોક રાજકોટ, અફઝલ અલીભાઇ હાલેપોત્રા ઉ.વ. ૨૨ રહે, જંગલેશ્વર શેરીનં ૩૪ રાજકોટ, સરફરાઝ અબ્બાશભાઇ ઠાસરીયા ઉ.વ.૨૩ રહે. ભરતવન સોસાયટી શેરીનં, ૧ રાજકોટ, રેનીશ બરકતભાઇ ચારણીયા ઉ.વ.રર રહે આનંદનગર કવા. નં. ૧૦૭ રાજકોટ, સીદીક ઉમરભાઇ મલેક ઉ.વ.૪૦ રહે. જંગલેશ્વર મેઇન રોડ શેરીનં. ૧૯ રાજકોટ, અલ્તાફ અલ્લારખાભાઇ પતાણી ઉ.વ.૩૮ રહે. જંગલેશ્વર શેરીનં. ૨૭ રાજકોટ, રફીક ઇશાભાઇ ડેલા ઉ.વ.૩૨ રહે. જંગલેશ્વર શેરીન, ૧૮ નુરાની ચોક, રાજ જીતેશભાઇ કાકડીયા ઉ.વ. ૧૯ રહે. મેહુલનગર શેરીનં. ૬ કોઠારીયા રોડ રાજકોટ અને ફીરોઝ ફકીરમહમદ વરીમા (ઉ.વ.૨૫ રહે. જંગલેશ્વર શેરીનં. ૩૨ રાજકોટ) છે.

આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. આર.જે.કામળીયા, એ.એસ.આઇ. ફીરોજભાઇ શેખ, ભાનુભાઇ મિયાત્રા, પો.હેડ.કોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી ગૌસ્વામી, સલીમભાઇ મકરાણી, પો.કોન્સ. વાલજીભાઇ જાડા, મૈસુરભાઇ કુંભારવાડીયા, મનિષભાઇ શીરોડીયા, ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઝાલા, હીતેન્દ્રસિંહ ઝાલા તથા રાજેશભાઇ ગઢવી જોડાયા હતા.

(12:02 pm IST)