રાજકોટ
News of Sunday, 16th May 2021

રાત્રે રાજકોટમાં ભારે તોફાની પવન સાથે વરસાદ :કેટલાય વિસ્તારોમાં વીજળી ગૂલ: 34 ફીડરમાં ટ્રીપીગ આવતા 20 ટકા રાજકોટમાં અંધારા છવાયા

રાજકોટ : રાજકોટમાં આજે રાત્રે આઠ વાગ્યા આસપાસ ભારે પવન ફુંકાયો હતો ધૂળની ડમરીઓ ઉડી હતી તોફાની પવન સાથે વરસાદ પણ વરસ્યો હતો

રાજકોટમાં ભારે તોફાની પવન ને કારણે કેટલાય વિસ્તારમાં લાઈટો ગુલ થઇ હતી સાવચેતી રૂપે અમુક ફીડર બંધ કરી દેવાયા હતા  જકોટમાં ભારે પવન ને કારણે 34 ફીડર માં ટ્રીપીગ આવતા 20 ટકા રાજકોટમાં અંધારા છવાયા હતા જોકે બાદમાં ધીમે ધીમે વીજ પુરવઠો ચાલુ કરાઈ રહ્યો છે

(9:19 pm IST)