રાજકોટ
News of Sunday, 16th May 2021

કોરોનાની વિપરીત પરિસ્થિતિ માં ટીમ દીકરાનું ઘરનો અદભુત સેવા યજ્ઞ.

200થી વધુ દર્દીઓને ઓક્સીઝન સિલિન્ડર પુરા પાડયા :સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં એક મહિના સુધી છાવણી ઉભી કરાઈ :100થી વધુ દર્દીઓને પ્લાઝમા પૂરું પાડવામાં નિમિત્ત બની : રક્તદાન કેમ્પ પણ યોજ્યો

રાજકોટ : દીકરા નું ઘર તેની સેવા પ્રવૃત્તિ થી દેશ વિદેશ માં પ્રસિદ્ધ છે. સેવા માટે તત્પર અને કુદરતી કે માનવ સર્જિત આફત ના સમયે અગ્રેસર રહેનાર ટીમ દીકરા નું ઘર એ કોરોના ની વિપરીત પરિસ્તિથી માં બેનમૂન કામગીરી કરી છે.
કોરોના ના આ દિવસો માં દીકરા નું ઘર દ્વારા રાષ્ટ્ર સંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ ની પ્રેરણા થી દીકરા નું ઘર અને અર્હમ ગ્રૂપ ના સંયુક્ત ઉપક્રમે 200 થી વધુ ઓક્સિજન સિલિન્ડરો ની અલગ અલગ દર્દીઓ ને નાતી જાતિ , ધર્મ કે સંપ્રદાય ના ભેદ વગર પૂરા પાડવા માં આવેલ સૌરાષ્ટ્ર હાઈ સ્કુલ સાથે એક માસ સુધી આ માટે છાવણી ઊભી કરવામાં આવી હતી. દીકરા નું ઘર ના કર્મઠ સેવક ઉપેન ભાઈ મોદી, મિહિર મોદી, નલિન તન્ના અને હાર્દિક દોશી દ્વારા આ વ્યવસ્થા નું અદભુત સંચાલન થયેલ.
આ ઉપરાંત દીકરા નું ઘર દ્વારા 100 થી વધુ દર્દીઓ ને સૌરાષ્ટ્ર વોલેન્ટરી બ્લડ બેંક તેમજ નાથાણી બ્લડ બેંક ના સહયોગ થી જરૂરિયાત વાળા દર્દીઓ ને પ્લાઝમા પૂરું પાડવામાં દીકરા નું ઘર નિમિત્ત બની ઉપરાંત થેલેસેમીયા ના બાળકો માટે રક્તદાન કેમ્પ કોરોના અસરગ્રસ્ત દીકરા નું ઘર ના વિશાળ કાર્યકર્તાઓ ના પરિવાર માટે ટિફિન ની વ્યવસ્થા વહાલુડી ના વિવાહ ની જરૂરિયાતમંદ દીકરીઓ ને ૫-૫ મણ ઘઉં અર્પણ કરાયા હતા.
દીકરા નું ઘર ના તબીબી સલાહકાર ડો. મયંક ઠક્કર અને ડો. દીપક પારેખ દ્વારા દર્દીઓ ને બેડ સહિત ની વ્યવસ્થા કરવામાં આવી હતી . નાની મોટી એવી અનેક પ્રવૃત્તિઓ થી ટીમ દીકરા નું ઘર કાર્યકર્તાઓ ની વિશાળ ફોજ કામ કરી રહી છે.

(9:27 pm IST)