રાજકોટ
News of Wednesday, 16th June 2021

ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક સુધીના સી.સી. રોડનું કામ કાચબા ગતિએ : પદાધિકારીઓની લાલ આંખ

આ રોડનું કામ ઝડપી પૂર્ણ કરવા અધિકારીઓને તાકિદ : મેયર સહિતના હોદ્દેદારોની સ્થળ મુલાકાત

રાજકોટ તા. ૧૬ : વોર્ડ નં. ૧૨માં આવેલ ૧૫૦ ફુટ રીંગ રોડ ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક સુધી ચાલી રહેલ સી.સી. રોડની કામગીરીનું નિરીક્ષણ કરી આ કામ ઝડપી પૂર્ણ કરવા મેયર સહિતના પદાધિકારીઓએ અધિકારીઓને સુચના આપી હતી.

મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૨માં રૂ.૨.૬૭ કરોડના ખર્ચે ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક સુધી સી.સી. રોડની કામગીરી ચાલી રહી છે. જેની સ્થળ મુલાકાત લેતા મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા, વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર લીલુબેન જાદવ, રાણાભાઇ સાગઠીયા, વિનોદભાઈ સોરઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા, વોર્ડ નં.૧૨ના પ્રભારી રાજુભાઈ માલધારી, મહામંત્રી મનસુખભાઈ વેકરીયા, દશરથસિંહ જાડેજા, વોર્ડ નં.૧૧ના પ્રભારી હસમુખભાઈ ચોવટિયા, પ્રમુખ સંજયભાઈ પીપળીયા, મહામંત્રી સંજયભાઈ બોરીચા, હસમુખભાઈ માકડીયા, તેમજ ભાજપ અગ્રણી છગનભાઈ જાદવ, ફર્નાન્ડીઝભાઈ પાડલીયા, વૈભવભાઈ બોરીચા, પ્રવીણભાઈ પાઘડાર, વિજયભાઈ કોરાટ, સ્નેહલબેન જાદવ, આયદાનભાઈ બોરીચા, ભરતભાઈ શિંગાળા, તેમજ સિટી એન્જી. ગોહિલ, ડે. એન્જી. અમિતભાઈ ડાભી, ગોરાણીયા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સિમેન્ટ કોક્રિંગ રોડ ૫૬૦૦ ચો.મી. એરિયામાં હાઈ વોલ્યુમ ફલાયએશ –એમ - ૪૦ ગ્રેડ થી બનશે. વરસાદી પાણીના નિકાલ માટે ૧૬૦૦ રનીંગ મીટરની લંબાઈમાં ૯૦૦/૬૦૦ એમ.એમ. ડાયાના આર.સી.સી. એન પી. – ૩ કલાસના પાઈપ લાઈનને લેઈંગ કરવામાં આવશે તથા અન્ડર ગ્રાઉન્ડ યુટીલીટીઝ માટે અન્ડર ગ્રાઉન્ડ સર્વિસ પાઈપ નાંખવામાં આવશે. વધુમાં, સિમેન્ટ રોડની સાઈડમાં ૧.૫૦ મીટર પહોળાઈમાં ૨૪૦૦ ચો.મી. એરિયામાં ઇન્ટર લોકીંગ પેવિંગ બ્લોક લગાડવામાં આવશે.

આ સિમેન્ટ કોક્રિંગ રોડ તૈયાર થવાથી ઉમિયા ચોક થી બાપા સીતારામ ચોક સુધી આશરે ૧૫ થી ૨૦ સોસાયટીના લોકોને ચોમાસાની ઋતુ દરમ્યાન પાણી ભરવાના પ્રશ્નનું નિરાકરણ થશે. તેમજ ગોકુલધામ મેઈન રોડ પરથી આવતું વરસાદી પાણીનો પણ યોગ્ય તથા ઝડપથી નિકાલ થશે. જેથી વરસાદી પાણી ભરવાના પ્રશ્નનું નિરાકરણ થતા અંદાજીત ૧૫ હજારની વસ્તીને લાભ થશે.

એજન્સી દ્વારા ઉપરોકત કામ ખુબ જ ધીમી ગતિએ કરેલ. કામ હવે ઝડપથી પૂર્ણ કરવા એજન્સીને તથા અધિકારીશ્રીને પદાધિકારીશ્રીઓ દ્વારા તાકીદ કરવામાં આવેલ. તેમજ ચોમાસામાં લોકોને અવર-જવર માટે રસ્તો મળી રહે તે માટે કામગીરી પૂર્ણ કરવા જણાવેલ.

(4:03 pm IST)