જય વેલનાથ જય માંધાતા સમસ્ત કોળી સમાજના હોદેદારોની વરણી : પ્રમુખપદે કાનાભાઇ ઉઘરેજા
રાજકોટ : જય વેલનાથ જય માંધાતા સમસ્ત કોળી સમાજની મીટીંગ તાજેરમાં વોર્ડ નં. ૪, હોટલ રેડ રોઝ ખાતે મળી હતી. જેમાં હોદેદારોની વરણી કરવામાં આવતા પ્રમુખ તરીકે કાનાભાઇ ઉઘરેજા, મહામંત્રીઓ તરીકે રામદેવભાઇ ભેસાણીયા, વિજયભાઇ ગોહેલ તેમજ ઉપપ્રમુખો તરીકે સંદીપભાઇ બાબરીયા, અરવિંદભાઇ તેરવાડીયા, પ્રેમજીભાઇ ઉઘરેજા, કોશાધ્યક્ષ તરીકે રમેશભાઇ મકવાણા, સોશિયલ મીડિયામાં રમેશભાઇ ધામેચાની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ મહામંત્રી કાનાભાઇ ડંડૈયા, વોર્ડ નં. ૪ ના કોર્પોરેટર શ્રીમતી કંકુબેન ઉઘરેજા તેમજ અલગ અલગ સોસાયટીના આગેવાનો સર્વશ્રી નિતિન ડાભી, નયન સરવૈયા, દીનેશભાઇ મગવાનીયા, વલ્લભભાઇ ઉતેવાડીયા, રવિભાઇ ભખોડીયા, સંજયભાઇ પરમાર, ભરતભાઇ કાળુભાઇ બાળોન્દ્રા, કાળુભાઇ મોહનભાઇ મેર, રાજુભાઇ લઘુભાઇ મજેઠીયા, મનિષભાઇ ભખોડીયા, રણજીતભાઇ, રમેશભાઇ માનસુરીયા, રાજુભાઇ ડાભી, રમેશભાઇ લાખાભાઇ સીતાપરા, મગનભાઇ માનસીંગભાઇ સીતાપરા, વિજયભાઇ ઝીંઝુવાડીયા, સોમાભાઇ કણસાગરા, સંજય ઉઘરેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.