રાજકોટ
News of Wednesday, 16th June 2021

રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્‍ટેશનનો સપાટો : વર્લી આંકડા લખી રૂપિયાની લેતી દેતી કરતા શખસને પકડી પાડ્યો : રોકડા રૂપિયા અને વર્લી ફીચરના આંકડા લખેલી ચીઠ્ઠી મળી આવી

રાજકોટ : શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશનર અહેમદ ખુરશીદ તથા ડી.સી.પી. ઝોન-૧ પ્રવીણ આર. કુમાર તથા એ.સી.પી. ક્રાઇમ તથા એસ.સી. પી. પુર્વ વિભાગ એચ.એલ. રાઠોડશ્રીઓ દ્વારા પ્રોહી તથા જુગારના વધુમાં વધુ કેસો કરવા સારૂ સુચના કરેલ હોય.

જે અનુસંધાને પો. ઇન્‍સ. બી.એમ. કાતરીયા ના સીધા માર્ગદર્શન હેઠળ પો. સબ. ઇન્‍સ. એચ.જી. ગોહીલ થોરાળા પો. સ્‍ટે. વિસ્‍તારમાં સખત પેટ્રોલીંગમાં રહી પ્રોહી તથા જુગારના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે પેટ્રોલીંગ દરમ્‍યાન સાથેના પો.કોન્‍સ. યુવરાજસિંહ રાણા તથા વિજયભાઇ મેતા તથા કીરણભાઇ પરમાર નાઓને ખાનગી બાતમીદારો દ્વારા મળેલ હકિકતના આધારે ભાવનગર રોડ ખાતે જાહેરમાં આવતા જતા લોકો પાસેથી વર્લી ફીચરના આંકડા લખી અને રૂપિયાની લેતી-દેતી કરી રોકડા રૂપિયા તથા વર્લી ફીચરના આંકડા લખેલ ચીઠી સાથે મળી આવતા જુ. ધા. ક. ૧ર (અ) મુજબ ગુન્‍હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીમાં સાગરભાઇ હેમુભાઇ દેગામા (કોળી) રહે. મયુરનગર, રાજકોટ તથા (ર) જયદદિપભાઇ ઉર્ફે કારો પ્રભુભાઇ વાઘેલા (વાણંદ) રહે. ગંજીવાડા શેરી નં. ૮ની સામે, રાજકોટ વાળાની ઝડપી લીધા છે. તેઓને પાસેથી રોકડા રૂ. ૧૦,૧૪૦ મળી આવ્‍યા છે. આ કામમાં પો. ઇન્‍સ. બી.એમ. કાતરીયા, પો. સબ. ઇન્‍સ. એચ.જી. ગોહીલ તથા પો. હેડ કોન્‍સ. ભુપતભાઇ વાસાણી તથા પો. કોન્‍સ. મયુરસિંહ દેવતસિંહ તથા વીજયભાઇ મેતા તથા કીરણભાઇ પરમાર તથા યુવજરાતસિંહ રાણા તથા અમરદિપસિંહ જાડેજા તથા રવીવાભાઇ ગઢવી રોકાયા હતા.

(10:46 pm IST)