કાળીપાટ પાસે રાત્રે દારૂ પી કારમાં નીકળેલા રાજકોટના અક્ષય, રાજન અને પરેશ પકડાયા
આજીડેમ પોલીસની ટીમે પેટ્રોલીંગ દરમિયાન પકડી કાર કબ્જે લીધી
રાજકોટ તા. ૧૬: ભાવનગર હાઇવે પર કાળીપાટ ગામ નજીક નવા રીંગ રોડ પાસેથી મોડી રાતે આજીડેમ પોલીસે રાજકોટના ત્રણ શખ્સોને દારૂ પી વાહનમાં નીકળતાં પકડી લીધા હતાં.
પોલીસે જીજે૦૩એમઇ-૭૦૮૭ નંબરની ટાટા પંચ ગાડી શંકાસ્પદ રીતે નીકળતાં અટકાવીને તલાશી લેતાં તેમાં બેઠેલા ત્રણ શખ્સો અક્ષય શૈલેષભાઇ કલોલીયા (ઉ.૨૬-રહે. આનંદનગર માલધારી શેરી, દેવપરા પાસે કોઠારીયા રોડ), રાજન ગુણવંતભાઇ ગોસ્વામી (ઉ.૪૮-રહે. રામકૃષ્ણનગર-૫ વિરાણી હાઇસ્કૂલ પાછળ) તથા પરેશ પ્રવિણભાઇ ગાસોરા (ઉ.૩૭-રહે. ખોડિયાર સોસાયટી-૩, નંદા હોલ પાછળ કોઠારીયા રોડ) દારૂ પીધેલી હાલતમાં હોઇ ત્રણેય સામે ગુનો નોંધી ધરપકડ કરી ચાર લાખની ગાડી કબ્જે લીધી હતી.
પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં એએસઆઇ યશવંતભાઇ ડી. ભગત, હેડકોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, રાજેશભાઇ જળુ, કોન્સ. કૃણાલસિંહ ઝાલા, જગદીશસિંહ પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ફોરવ્હીલ ગાડી નીકળતાં તે સર્પાકાર રીતે ચાલતી હોઇ અટકાવાઇ હતી. જેમાં કાર અક્ષય કલોલીયા ચલાવતો હતો. તે તથા સાથેના બે શખ્સો નશો કરેલા હોઇ કાર્યવાહી કરવામાં આવી હતી.