કાલાવડ રોડ પર એકસેસમાંથી દારૂની ર૪ બોટલ સાથે હિતેષ ઉર્ફે કાનો પકડાયો
ડીસીપી ઝોન-રની એલસીબીની ટીમનો દરોડોઃ યુનિવર્સિટી રોડ માધવ પાર્કમાંથી વિજય દારૂની ૬ બોટલ સાથે પકડાયો
રાજકોટ, તા., ૧૬: કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એકસેસ મોટર સાયકલમાંથી દારૂની છ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલ પાસે એક શખ્સ એકસેસમાં દારૂના જથ્થા સાથે નિકળ્યો હોવાની બાતમીના આધારે ડીસીપી ઝોન-રની એલસીબીના પીએસઆઇ એ.એલ.બારસીયા તથા કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી સહીતે કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસેથી જીજે ૩ કેકયુ ૧૩ર નંબરના એકસેસ મોટર સાયકલમાંથી રૂા.૧૨૦૦૦ની કિંમતની દારૂની ર૪ બોટલ સાથે હિતેષ ઉર્ફે કાનો ચંદુલાલભાઇ નડીયાપરા (ઉ.વ.ર૯) (રહે.રેલનગર શેફરોન એલીગન્સ એપાર્ટમેન્ટ બી-ર૦ર)ને પકડી લીધો હતો. જયારે બીજા દરોડામાં યુનિવર્સિટી રોડ પર એફએસએલ કચેરીની પાછળ માધવ પાર્ક શેરી નં. ૧ માંયુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. બી.જે.ખેર તથા કોન્સ. ભુપેન્દ્રસિંહ વાઘેલા સહીતે દરોડો પાડી રૂા.ર૪૦૦ની કિંમતની દારૂની છ બોટલ સાથે વિજય હેમરાજભાઇ ગોહેલ (ઉ.વ.૩૪) (રહે. માધવ પાર્ક શેરી નં. ૧)ને પકડી લીધો હતો.