રાજકોટ
News of Thursday, 16th June 2022

રોયલ મ્‍યુઝીક ગ્રુપ દ્વારા સંગીત કાર્યક્રમ સંપન્‍ન :

રાજકોટ : હેમુ ગઢવી હોલ ખાતે રોયલ મ્‍યુઝીક ગ્રુપ આયોજીત કલ્‍યાણજી આણંદજી સ્‍પેશ્‍યો સંગીત કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ હતો. જેમાં ગાયક કલાકારોએ ઓરીજીનલ ગીતના કરાઓકે સંગીતના સથવારે હિન્‍દી ફિલ્‍મોના નવા-જૂના સુમધુર ગીતો ગાઇને અનોખી અદામાં રજૂ કરેલ હતા. ‘રોયલ મ્‍યુઝીક ગ્રુપ' કિરીટભાઇ નિમ્‍બાર્ક આયોજીત અને દિલીપભાઇ શેઠ પ્રેરિત આ કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા, ચંદ્રકાંતભાઇ શેઠ સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહેલ હતા અને તેઓએ દીપ પ્રાગટય કરેલ હતું. આ કાર્યક્રમમાં ગાયક કલાકારો કિરીટભાઇ નિમ્‍બાર્ક, તારીકભાઇ સઇયદ, સોનલબેન ગઢવી, સુભાષભાઇ ચૌબીસા, ગાર્ગીબુેન નિમ્‍બાર્ક વિગેર કલાકારોએ કલ્‍યાણજી આણંદજીના જુના નવા ઘણા બધા શાનદાર અને યાદગાર ગીતો પીરસ્‍યા અને પ્રેક્ષકોને ડોલાવ્‍યા હતા.

(1:23 pm IST)