રાજકોટ
News of Thursday, 16th June 2022

રામનાથ મંદિર પરિસર ઝડપથી ચોખ્‍ખુ - ચણાંક કરો : વધુ સાધનો મુકવા સુચના

આજી નદીકાંઠાના સ્‍થળની મુલાકાત લેતા મેયર - ધારાસભ્‍યો - કોર્પોરેટર સહિતના પદાધિકારીઓ

રાજકોટ તા. ૧૬ : આજી નદી ખાતે રામનાથ મંદિર આવેલ છે. ચોમાસાની ઋતુને ધ્‍યાનમાં રાખી મંદિરની આસપાસ માટી, રબીશ તથા સફાઇની ચાલી રહેલી કામગીરીની સ્‍થળ મુલાકાત મેયર ડો. પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ લીધી હતી.

આજી નદી ખાતે આવેલ રામનાથ મંદિર આસપાસ સફાઈની કામગીરી ગત મહિને તા.૨૬થી ત્રણ શિફટમાં શરૂ કરવામાં આવી છે. જેમાં હિતાચી-૨, જે.સી.બી.-૨ અને ડમ્‍પર-૪ ના વાહનો આ કામગીરીમાં રોકાયેલ છે. અત્‍યાર સુધીમાં ૭૦૪ ડમ્‍પરના ફેરા થયેલ છે. અંદાજે ૭ હજાર ટન જેટલો રબીશ કાઢવામાં આવેલ છે. ઉક્‍ત ચાલી રહેલ કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને હજુ વધુ સાધનો મુકવા પદાધીકારીઓએ સુચના આપેલ છે.

આ મુલાકાતમાં મેયર ડો.પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા, ગોવિંદભાઈ પટેલ, મ્‍યુનિ.કમિશનર અમિત અરોરા, વોર્ડ નં.૭ના કોર્પોરેટર ડો.નેહલભાઈ શુક્‍લ, દેવાંગભાઈ માંકડ, વિસ્‍તારના અગ્રણી જીતુભાઈ મહેતા, સંદીપભાઈ ડોડીયા, સિટી એન્‍જીનિયર પી.ડી.અઢીયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(4:38 pm IST)