રાજકોટ
News of Friday, 16th July 2021

પિતાએ પગાર બાબતે પુછતા પ્રકાશે ઢોલરામાં ઝેરી દવા પીધી

શ્યામ કિરણ સોસાયટીના યુવાને ઢોલરામાં પગલુ ભર્યુ

રાજકોટ તા. ૧૬: રાજકોટ-ભાવનગર હાઇવે પર ઢોલરાના પાટીયા પાસે શ્યામ કિરણ સોસાયટીમાં રહેતાં પ્રકાશ રમેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૦) નામના યુવાનને પિતાએ છેલ્લા બે મહિનાના પગાર બાબતે ફોનમાં વાતચીત કરી પુછતાં તેને માઠુ લાગી જતાં પોતે ઢોલરામાં હોઇ ત્યાં ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. પ્રકાશ છુટક ડ્રાઇવીંગ કામ કરે છે. ઝેર પી લેતાં પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં સિવિલમાં ખસેડાયો હતો.

(12:46 pm IST)