રાજકોટ
News of Wednesday, 16th September 2020

ગુજરાતને વિકાસશીલ અને ભારત મહાશકિત બનાવનાર

જનનાયક એવા નરેન્દ્રભાઇ મોદીનો કાલે જન્મ દિવસ મનાવવા જનજનમાં ઉત્સાહ

રાજકોટ તા. ૧૬ : ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતનાં વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આવતીકાલે તા. ૧૭ ના જન્મ દિવસ  હોય આ નિમિતે શુભેચ્છા પાઠવતા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે,  ભાજપ દ્વારા ઠેરઠેર સેવા સપ્તાહ થકી તેમનો જન્મદિવસ ઉજવાઇ રહ્યો છે તે આવકારદાયી છે. સમાજનાં વિવિધ વર્ગના લોકોની દરેક પ્રકારે સેવા-સહાય કરવામાં આવી રહી છે.

ઉપરાંત આ ઉપલક્ષ્યમાં કાલે ૧૭ સપ્ટેમ્બરે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અભૂતપૂર્વ બેજોડ અને ક્રાંતિકારી આર્થિક આયોજન જેવી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજયની માતૃશકિતને ભેટ આપશે. મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના હેઠળ ૧૦ લાખથી વધુ માતાઓ-બહેનોને ૦ ટકા વ્યાજે લોન ધિરાણ અપાશે. રાજયમાં ૧૦ લાખ જેટલી મહિલાઓને આ યોજનાનો લાભ મળશે.

આ સિવાય દેશ-દુનિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ વિવિધ પ્રકારે ઉજવવામાં આવી રહ્યો છે.  દરેક ભારતીયોમાં એવો ઉત્સાહ છે જાણે પોતાના ઘરની જ કોઈ વ્યકિતનો જન્મદિવસ હોય.

ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે  જણાવ્યુંછે કે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામ વડનગરમાં ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦ના રોજ જન્મેલા શ્રી નરેન્દ્રભાઈ મોદી એક એવી મહાન ભારતીય પરંપરા- સંસ્કૃતિમાં ઉછરીને મોટા થયા જેણે તેમના પર ઉદારતા, પરોપકાર અને સામાજિક સેવાના મૂલ્યોનો પ્રભાવ પાડ્યો. પોતાની કિશોરાવસ્થાના દિવસોથી જ તેમણે ઘણી મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કર્યો હતો, પરંતુ તેમણે પોતાના વ્યકિતત્વની સંપૂર્ણ શકિત અને સાહસ દ્વારા દરેક આફતોને અવસરમાં ફેરવી નાખ્યા. પોતાની આ જ દ્રઢ નિશ્ચયતાના કારણે તેઓ રાજનીતિમાં આજ સુધી અજેય રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ હેઠળ શિક્ષણ, કૃષિ અને આરોગ્ય સેવા સહિત અનેક ક્ષેત્રોમાં મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. પોતાની વહીવટી સૂઝ, સ્પષ્ટ દૂરંદેશી અને ચારિત્ર્યની અખંડતા સહિતની તેમની આ બધી કુશળતાઓને છેલ્લા વીસ વર્ષથી એક પણ દિવસની રજા રાખ્યા વિના તેઓ ગુજરાત-ભારતની સેવા કરી રહ્યાં છે. આધ્યાત્મિક ગુરુઓ, વ્યકિતત્વો, નેતાઓ માટેના તેમના અપાર આદરના કારણે ધર્મો વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદ મળી છે.

આજે ગુજરાત અને ભારતની પ્રગતિ અને ઉન્નતીમાં નરેન્દ્રભાઈ મોદીનો ફાળો બહુમૂલ્ય છે. નરેન્દ્રભાઈ મોદી જેવા પુરૂર્ષાવાદી અને પરાક્રમી પ્રધાનમંત્રીનાં મજબૂત નેતૃત્વમાં દેશને સુશાસનનો લાભ મળી રહ્યો છે. તેમના નિષ્કલંક, પારદર્શી અને પ્રામાણિક શાસનમાં ભારતને વિકસિત અને સમૃદ્ઘ રાષ્ટ્ર બનાવવાની પ્રબળ ઈચ્છાશકિત જોઈ શકાય છે. છેલ્લાં ૨૦ વર્ષથી ગુજરાત અને પાછલા ૬ વર્ષથી દિવસ-રાત નરેન્દ્રભાઈ મોદી ૧૨૫ કરોડ ભારતીયો અને ૬.૫ કરોડ ગુજરાતી ઓની આશા-આકાંક્ષા અને અપેક્ષાને પૂર્ણ કરવાની જહેમત ઉઠાવી રહ્યાં છે. ભારત તથા ગુજરાતને પ્રત્યેક ક્ષેત્રમાં યશ અને કીર્તિ અપાવવામાં નરેન્દ્રભાઈ મોદીનો ફાળો અમૂલ્ય છે. તેમના નેતૃત્વમાં ગુજરાત વિકાસશીલ અને ભારત મહાશકિત બન્યું છે.

વર્તમાન પરિસ્થિતિમાં ચીનને આર્થિક, વ્યાપારિક, રાજનૈતિક, સરહદી એમ દરેક મોરચે નરેન્દ્રભાઈ મોદીએ જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન અને ચીન જેવા દેશો સાથે વગર યુદ્ઘે દુશ્મન દેશને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાસ્સું નુકસાન પહોચાડ્યું છે. સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, ડિજિટલ સ્ટ્રાઈક વગેરે જેવા ક્રાંતિકારી પગલાંઓ ભરી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની મહાશકિતનો દુશ્મન દેશ સહિત વિશ્વને પરચો આપ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અંત્યોદય એટલે કે અંતિમ વ્યકિત સુધી સેવા પહોંચાડવાના આશયથી સરકારી યોજનાનાં કેન્દ્રમાં ગરીબ અને સામાન્ય માનવીનાં હિતનું લક્ષ્ય રાખ્યું છે. આ ઉપરાંત તેઓ વિદ્યાર્થી, યુવાનો, ગરીબો, બેરોજગારો અને મહિલાઓ પ્રત્યે સવિશેષ લાગણી દાખવી તેમની સુખાકારી માટે ચિંતિત છે.

આમ નરેન્દ્રભાઈ મોદી એક લોકપ્રિય-પ્રજાપ્રિય જનનાયક બની રહ્યા છે. તેમને લોકોની વચ્ચે જવું, તેમની ખુશીઓમાં ભાગ લેવો તેમના દુૅંખોને દૂર કરવાનું ખૂબ ગમે છે. જીવનમાં બદલાવ લાવવા માટે ટેકનોલોજીનો આધુનિક રીતે ઉપયોગ કરે છે.

ભારતના સૌથી મોટા ટેકનોસેવી નેતાના રૂપમાં ઓળખ બનાવનાર નરેન્દ્રભાઈથી કોઇપણ વ્યકિત સરળતાથી સંપર્ક કેળવી શકે છે. આવા યશસ્વી નેતા દીર્દ્યાયુષ્ય ભોગવે અને તેનો લાભ ભારતને મળતો રહે એવુ જણાવી મંગલકામના સાથે રાજુભાઈ ધ્રુવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્ત્।ે તેઓને શુભેચ્છા પાઠવી છે.

(1:00 pm IST)