રાજકોટ
News of Wednesday, 16th September 2020

સગીરાના અપહરણના ગુનામાં બે વર્ષથી ફરાર બરવાળાનો નિકુંજ સોલંકી ઝડપાયો

ક્રાઇમ બ્રાંચ અને અમદાવાદ એસઓજીની ટીમે નીકુંજને અમદાવાદથી દબોચ્યો : અપહૃત સગીરાને પરિવારજનોને સોંપી

રાજકોટ,તા. ૧૬: સામાકાંઠા વિસ્તારની સગીરાના અપહરણના ગુનામાં બે વર્ષથી ફરાર શખ્સને ક્રાઇમ બ્રાંચ, ફર્લો સ્કવોડ અને અમદાવાદ એસઓજીની ટીમે અમદાવાદના સરખે જ પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજાએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે.જાડેજા એએસઆઇ જયેશભાઇ નીમાવત, રાજદીપસિંહ ગોહીલ, હેડ કોન્સ. ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ  ઝાલા , મહેન્દ્રસિંહ જાડેજા,અમીનભાઇ ભલુર, હીરેન્દ્રસિંહ પરમાર, સ્નેહભાઇ ભાદરકા, સંજયભાઇ રૂપાપરા તથા મહેન્દ્રસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે પીએસઆઇ  વી.જે.જાડેજાને મળેલી બાતમીના આધારે અમદાવાદ એસઓજીના હરપાલસિંહ વાઘેલાને સાથે રાખી સગીરાના અપહરણના ગુનામાં બે વર્ષથી ફરાર નીકુંજ -જેઠાભાઇ સોલંકી (ઉવ.૨૮) (રહે. મુળ ઠક્કરબાપા સોસાયટી બરવાળા, જી બોટાદ હાલ અમદાવાદ સરખેજના ગાયત્રીનગર)ને સરખેજ -ગાયત્રીનગરમાંથી પકડી લીધો હતો. પકડાયેલો નીકુંજ બે વર્ષ પહેલા સામાકાંઠા વિસ્તારની સગીરાને ભગાડી ગયો હતો. આ શખ્સ અગાઉ  અપહરણના ગુનામાં અમદાવાદ વાસણા પોલીસ મથકમાં પકડાયા બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જેલમાંથી છુટ્યા બાદ ત્રણ વર્ષ પહેલા તેજ સગીરાને રાજકોટ સામાકાંઠા વિસ્તારમાંથી ભગાડી ગયો હતો. ક્રાઇમબ્રાંચની ટીમે સગીરાને મુકત કરાવી હતી.

(2:41 pm IST)