રાજકોટ
News of Wednesday, 16th September 2020

હારશે કોરોના, જીતશે રાજકોટ

સૌ કાળજી રાખે, ધીરજ ધરે અને સરકારી માર્ગદર્શીકાને અનુસરે : સ્વામિ નિખિલેશ્વરાનંદજી

રાજકોટ તા. ૧૬ : રામકૃષ્ણ આશ્રમના સ્વામિ શ્રી નિખિલેશ્વરાનંદજીએ કોરોના વાયરસથી લોકોએ ભયભીત થવાને બદલે ધીરજ ધરવા, કાળજી રાખવા અને સરકારી માર્ગદર્શીકાઓને અનુસરવા અનુરોધ કરેલ છે. તેઓએ પ્રેરક સંદેશામાં જણાવ્યુ છે કે શહેરમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. ત્યારે પહેલી ફરજ સરકારી માર્ગદર્શીકાના ચુસ્ત પાલનની બની રહે છે. જો આપણે લક્ષ્મણ રેખા ઓળંગીશુ તો તેનું ફળ આપણે ભોગવવુ પડશે. આ સંકટના સયમાં ભયભીત થવાને બદલે કાળજી લેવામાં ધ્યાન આપીશુ તો ચોકકસ કોરોના હારશે અને રાજકોટ જીતી જશે. વારંવાર સાબુથી હાથ ધોવો, સામાજીક દુરી જાળવો, માસ્ક પહેરો અને બીનજરૂરી ઘરની બહાર ન નીકળો. આટલી આદતને રોજીંદી બનાવી લેશુ તો કોરોનાને હરાવવામાં જાજી વાર નહીં લાગે. તેમ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યુ છે.

(2:46 pm IST)