રાજકોટ
News of Thursday, 16th September 2021

કિશાનપરા ચોકની ૧પ રેસ્ટોરન્ટમાં આરોગ્યના દરોડાઃ ૬૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

આલાબાઇ ભઠ્ઠા વિસ્તારની ૮ રેસ્ટોરન્ટમાંથી વાસી ફુગવાળી ડુંગળી ૩ર કિલો, સડેલા બટેટા ર૪ કિલો, ૧૦ વાસી કિલો શાકભાજીનો નાશઃ ર મોદક લાડુના નમૂના લેવાયા

રાજકોટ તા. ૧૬ :.. શહેરીજનોના જાહેરજન આરોગ્ય હિતાર્થે મનપાની ફુડ શાખા દ્વારા શહેરમાં આલાબાઇનો ભઠ્ઠો, કિશાનપરા ચોક વિસ્તારમાં આવેલ હોટલ- રેસ્ટોરન્ટમાં જાહેરજન આરોગ્ય હિતાર્થે ૧પ સ્થળોમાં ચકાસણી કરવામાં આવેલ. આ ચકાસણી દરમ્યાન ૮ રેસ્ટોરન્ટમાંથી ફુગવાળી ડુંગળી ૩ર કિ. ગ્રા., સડેલા બટાટા ર૪ કિ. ગ્રામ. વાસી શાકભાજી ૧૦ કિ. ગ્રા., વેસ્ટ બ્રેડ ૧ કિ. ગ્રામ., ફ્રોઝન વેજીસ્ટીક એકસપાયર ૧ કિ. ગ્રામ. સહિત કુલ ૬૮ કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ આકાશવાણી રોડ, સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં ફરસાણના વેપારીને ત્યાંથી બે મોદકના નમૂના લેવામાં આવ્યા છે.

બેનમૂના લેવાયા

ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂના લેવામાં આવેલ છે. જેમાં (૧) ગુલાબ મોદક લાડુ (મીઠાઇ, લુઝ) સ્થળ બહુચરાજી નમકીન એન્ડ સ્વીટ, આકાશવાણી રોડ (ર) ગુલકંદ મોદક લાડુ (મીઠાઇ, લુઝ) સ્થળ :- જલારામ ફરસાણ, જનકપુરી મે. રોડ, સાધુ વાસવાણી રોડ, સ્થળેથી લીધેલ છે.

શહેરમાં આલાબાઇનો ભઠ્ઠો કિશાનપરા ચોક વિસ્તારમાં આવેલ હોટલ-રેસ્ટોરન્ટમાં જાહેરજન આરોગ્ય હિતર્થે રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા કુલ ૧પ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. આ ચકાસણી દરમ્યાન જલારામ ચાઇનીઝ પંજાબીમાં કિશાન ચોક, વાસી ફુગવાળી ડુંગળી ૪ કિ. ગ્રા., પાન કાસા માંથી ફોઝન વેજીસ્ટીક એકસપાયર ૧ કિ. ગ્રા., સાસુજી કા ઢાબામાંથી પલળેલી ફુગવાળી ડુંગળી ૪ કિ. ગ્રા., ઢાબા જંકશનમાંથી પલળેલી ફુગવાળી ડુંગળી ૧૦ કિ. ગ્રા., ખરાબ થયેલ બટાટા ૪ કિ. ગ્રા., સદ્ગુરૂ રેસ્ટોરન્ટમાંથી પલળેલી ફુગવાળી ડુંગળી ૧૦ કિ. ગ્રા., સડેલા બટાટા ર૦ કિ. ગ્રા., અફલાતુન પાઉંભાજીમાંથી પલળેલી ફુગવાળી ડુંગળી ૪ કિ. ગ્રા., વિજય આમલેટ માંથી વેસ્ટ બ્રેડ ૧ કિ. ગ્રા. તથા ઓમ ફેમીલી રેસ્ટોરન્ટમાંથી વાસી શાકભાજી ૧૦ કિ. ગ્રા., નો નાશ કરવામાં આવ્યો છે.

(3:17 pm IST)