રાજકોટ
News of Tuesday, 16th November 2021

ન્યારી ડેમ ખાતે આવેલ મીયાવાંકી ગાર્ડન પાસે ગેરકાયદેસર દબાણ દુર કરતી મહાનગરપાલિકા

૨૪x૭ કંટ્રોલરૂમ તથા રાઉન્ડ ઘ ક્લોક ચેકિંગની વ્યવસ્થા: બિનવારસી ઢોર ભેંસ-૫નો ગેરકાયદેસર રીતે વાડો હટાવાયો

રાજકોટ : શહેરમાં ગેરકાયદેસર દબાણ કરતા આસામીઓ સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૪x૭ કંટ્રોલરૂમ તથા રાઉન્ડ ઘ ક્લોક ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે અન્વયે તા. ૧૪-૧૧-૨૦૨૧ના રોજ ચકાસણી દરમ્યાન ન્યારી ડેમ ખાતે મીયાવાંકી ગાર્ડન પાસે બિનવારસી ઢોર ભેંસ-૫નો ગેરકાયદેસર રીતે વાડો બનાવવાનું માલુમ પડતા સ્થળ પર જ ઢોર પકડી તેના માલિકને બોલાવી જરૂરી કાર્યવાહી કરી દબાણ દુર કરવામાં આવ્યું હતું.

 આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સુરક્ષા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક અને સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ હેફ કોન્સ્ટેબલ વિજયભાઈ બોડા, સલીમભાઈ હિંગોળજા,  બીપીનભાઈ ધોળકિયા તથા પરસોત્તમભાઈ જીન્જુવાડિયા કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવી હતી.

(7:15 pm IST)