રાજકોટ
News of Tuesday, 16th November 2021

ઘરેલું હિંસાના કેસમાં પત્નિને વચગાળાના માસીક ૧પ હજાર ચુકવવા પતિને આદેશ

રાજકોટ તા. ૧૬: ડોમેસ્ટીકની અરજીમાં પત્નીને વચગાળામાં માસીક ભરણ પોષણના ૧પ૦૦૦/- પતીને ચુકવવાનો હુકમ કોર્ટે કર્યો હતો.

અહીંના રાણીટાવર પાસે આર.કે. નગર ખાતે રહેતી પરણીતા જીજ્ઞાશાબાના લગ્ન લીંબડી નિવાસી અને હાલે વડોદરા નોકરી કરતા પતી નરેન્દ્રસિંહ સજુભા ઝાલા સાથે સને ર૦૧૯ ની સાલમાં થયેલ હતા અને લગ્ન બાદ પરણીતા પોતાના સાસરે સંયુકત કુટુંબમાં રહેવા ગયેલ હતી અને ત્યારબાદ પતિ પત્નિ વચ્ચે અણબનાવ થતાં પરણીતા પોતાના માવરે રાજકોટ પરત ફરેલ હતી અને તેણે પોતાના સાસરાના સભ્યો (૧) પતિ નરેન્દ્રસિંહ સજુભા ઝાડા (ર) સાસુ નારાયણબા સજુભા ઝાલા (૩) નણંદ પ્રિતીબા સમજુભા ઝાલા સામે રાજકોટની ફોજદારી અદાલતમાં ડોમેસ્ટીક વાયોલેંન્સ એકટ તળેની ફરીયાદ તા. ૧૮-૧૦-૧૯ના રોજ પોતાના વકીલ શ્રી અંતાણી  મારફતે દાખલ કરેલ હતી અને કેસ ચાલે ત્યાં સુધીમાં વચગાળામાં પણ ભરણ પોષણની માંગ કરતી અરજી દાખલ કરેલ હતી.

આ વચગાળાની રાહતોની માંગ કરતી અરજી દલીલ પર આવતાં પરણીતાના વકીલ શ્રી અંતાણીએ લંબાણ પૂર્વકની દલીલો રજુ કરેલ અને આ તમામ દલીલોથી સહમત થઇ અદાલતે કેસ ચાલે તે દરમ્યાન પરણીતાને માસીક રૂ. ૧પ૦૦૦ પંદર હજાર અરજીની દાખલ તારીખથી એટલે કે ૧૮-૧૦-૧૯ થી પતિએ ચુકવવા તેવો પતિને હુકમ ફરમાવેલ હતો જે હુકમ મુજબ પરણીતા કેસ ચાલુ થયા પહેલા પતિ પાસેથી ૩,૬૦,૦૦૦/- ત્રણ લાખ સાંઇઠ હજાર વસુલવા હકકદાર બનેલ છે જેથી પરણીતાએ રાહતનો દમ લીધેલ છે.

આ કેસમાં પરણીતા જીજ્ઞાશાબા વતી રાજકોટના લગ્ન વિષય કાયદાના નિષ્ણાત એડવોકેટ સંદીપ કે. અંતાણી, તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ છે.

(2:37 pm IST)