રાજકોટ
News of Tuesday, 16th November 2021

સ્ટેન્ડીંગ કમિટિમાં ૪ કરોડના કામો મંજુર

જ્યુબેલી પમ્પીંગ સ્ટેશનના પાણીના ટાંકાઓમાં ૫૯ લાખના ખર્ચે વોટર પ્રુફીંગ થશે : કર્મચારીઓને ૫.૯૮ લાખની તબીબી સહાય : વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના ૭૧.૬૬ લાખના ખર્ચને મંજુરી

રાજકોટ તા. ૧૬ : મ.ન.પા.માં આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં કુલ ૪ કરોડના વિકાસકામોને લીલીઝંડી અપાઇ હતી. જેમાં મવડીની ત્રણ સોસાયટીઓમાં રસ્તા કપાત ઉપરાંત વાહન ખરીદી, પાણીના ૧.૨૩ કરોડના કામો સહિતની કુલ ૩૪ દરખાસ્તોનો નિર્ણય લેવાયો હતો.

જેમાં જયુબેલી બાગમાં આવેલ પાણીના ટાંકાઓમાં ૫૯ લાખના ખર્ચે વોટર પ્રુફીંગ કરાવવા સહિતની દરખાસ્તો મંજુર કરાયેલ.

આવાસ યોજનામાં

૧ર૦ લી.ની કચરાપેટી

આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમીટીમાં વોર્ડ નં. ૧૧ માં આવેલ મ.ન.પા.ની આવાસ યોજનામાં ૧ર૦ મીટરની ૪૦ કચરા પેટીઓ આવાસનાં ર૦ બ્લોકને પ્રાયોગિક ધોરણે મ.ન.પા. દ્વારા મુકાવવા માટેનાં ખર્ચની મંજૂરીની દરખાસ્ત છે.

જયારે આજી ડેમ સાઇટનાં પમ્પીંગ સ્ટેશનો મેઇન્ટેનન્શ કોન્ટ્રાકટ આપવા  સડેલી કચરા પેટીનાં ભંગારની સ્ટોન લાઇન હરરાજી કરાવવા. ત્થા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનોનો મેઇન્ટેનન્શ કોન્ટ્રાકટ આપવા અને મ.ન.પા.નાં કર્મચારીઓને તબીબી સહાય સહિત ૩૪ દરખાસતો અંગે સ્ટેન્ડીંગ કમીટીમાં નિર્ણય લેવાયો હતો. તેમ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું.

(3:18 pm IST)