રાજકોટ
News of Tuesday, 16th November 2021

શાળા નં. ૯૩ ના વનિતાબેન રાઠોડનું રાયપુરમાં સન્માન

 સર્વ શિક્ષા અભિયાન અને છતીસગઢના શિક્ષણ મંત્રાલયના સંયુકત ઉપક્રમે રાયપુર ખાતે યોજાયેલ બે દિવસીય રાષ્ટ્રીય શિક્ષણ સંગોષ્ઠી દરમિયાન અહીંના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં. ૯૩ ના આચાર્ય વનિતાબેન રાઠોડનું સન્માન કરાયુ હતુ. દેશભરમાંથી કુલ ૫૧ ઇનોવેટીવ ટીચર્સને આમંત્રિત કરાયા હતા. જેમાં ગુજરાતમાંથી બે શિક્ષકો રાજકોટના વનિતાબેન રાઠોડ અને પાટણના કપિલભાઇ શુકલે પ્રતિનિધિત્વ કર્યુ હતુ. કાર્યક્રમના તજજ્ઞ તરીકે નોબલ પારિતોષિક ડો. અભિજીત બેનરજી, રૂકમણી બેનર્જી (સી.ઇ.ઓ પ્રથમ ફાઉન્ડેશન), અજીમ પ્રેમજી યુનિવર્સિટીના પ્રોફેસર રીશીકેશ, મેકીન મહેશ્વરી, વિનોદ વર્મા, સલમાન ખુર્શીદ, નારાયણ રામાસ્વામી, ડો. ધીર ઉપરાંત ઘણા દેશના શિક્ષણવિદોએ વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન આપ્યુ હતુ. વનિતાબેન રાઠોડે કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓ માટે કરેલ સર્જનાત્મક પ્રવૃત્તિઓ બદલ તેઓને સન્માનિત કરાયા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:19 pm IST)