રાજકોટ
News of Tuesday, 16th November 2021

મનપાની લાયબ્રેરીમાં જીવન ચરિત્રાત્મક કથન જગદ્ગુરૂશંકરાચાર્ય કાર્યક્રમ યોજાયો

રાજકોટઃ મહાનગરપાલિકા સંચાલિત બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ -૨૦૨૧ ની ઉજવણીમાં આજે બીજા  દિવસે  'જીવન ચરિત્રાત્મક કથન જગદ્ ગુરૂ શંકરાચાર્ય' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના વકતા ચેતન દવે, જીલ્લા રોજગાર અધીકારી,  ડો. એન.ડી.શીલુ  હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ  હતી. ઉપસ્થીત મહેમાનોનુ શબ્દોથી સ્વાગત લાઇબ્રેરીના લાઇબ્રેરીયન એન.એમ. આરદેશણાએ કર્યુ હતુ. જયારે  ઉપસ્થિત મહેમાનોનુ પુસ્તકથી સ્વાગત લાઇબ્રેરીના જુનિયર સહાયક ગ્રંથપાલ સુનિલ દેત્રોજા તથા સિનિયર કલાર્ક માનવેંદ્રસિહ જાડેજા દ્વારા કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થિઓને પોતાની કારકિર્દી માટે ઉપયોગી શ્રી શંકરાચાર્યના જીવન કવન તથા તેમના દ્વારા સ્થાપિત કરવામાં આવેલા ચાર મઠ અને તેમના દ્વારા લખાયેલા વિવિધ ગ્રંથો વિશે અને તેમના દ્વારા અપાયેલા ઉપદેશો વિશે જીણવટ ભરી છણાવટ કરી જગદ્ ગુરૂ શંકરાચાર્ય' વિશે એક વિશેષ વ્યાખ્યાન આપવામાં આવેલ હતુ. જેનો ઉપસ્થિત સૌ લોકોએ લાભ લીધો હતો.

(3:19 pm IST)