રાજકોટ
News of Tuesday, 16th November 2021

ઉઘરાણી બાબતે જીમ સંચાલકને મારમારી રિવોલ્વર પડાવી લેવાના ગુનામાં જામીન મંજુર

રાજકોટ તા. ૧૬: ઉઘરાણીના પૈસાની માથાકૂટમાં રાજકોટના અંબીકા ટાઉનશીપમાં રહેતા જીમ સંચાલક રવી પટેલની લોડેડ રીવોલ્વર તથા સોનાનો ચેઇન પડાવી લઇ ભાગી જતા નોંધાયેલ ફરીયાદના કામે આરોપીઓના રિમાન્ડની માંગણી ફગાવી જામીન મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના કાલાવડ રોડ પર આર. બી. ફીટનેસના નામથી જીમનેશીયમ ચલાવતા રવી બેચર પટેલ એ રાજકોટ તાલુકાના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા જણાવેલ કે, રવિને પૈસાની જરૂરીયાત હોવાથી તેણે રાજકોટના કણકોટ રોડ પર આવેલ ઇસ્કોન અંબીટોમાં રહેતા કૌશિક દેપાણી પાસેથી રૂપિયા છ લાખ ઉછીના લીધેલ હતા જે પૈસા પરત આપવા માટે ફરીયાદી કૌશીક દેપાણી પાસેથી રૂપિયા છ લાખ ઉછીના લીધેલ હતા જે પૈસા પરત આપવા માટે ફરીયાદી કૌશીક દેપાણીના ઘરે પોતાની વેગનઆર ગાડીમાં જતા આરોપીએ પૈસા આપવામાં કેમ મોડું થયેલ છે તે બાબતે બોલાચાલી કરી રવીને ગાડીમાંથી બહાર કાઢી ગાળાગાળી કરેલ તે દરમ્યાન કૌશિકના અન્ય બે મિત્રો પ્રિત પટેલ તથા સાગર પટેલ આવી જતાં ત્રણેયે ફરીયાદીને ઢીબી નાખેલ અને ફરીયાદીની લાયસન્સવાળી પાંચ જીવતા કાર્ટીસ ભરેલ રીવોલ્વર તથા ફરીયાદીના ગળામાં પેહરેલ લાખોની કિંમતનો સોનાનો ચેઇન લઇ ફરીયાદીની ગાડી પડાવી લઇ ભાગી જતા ફરીયાદીએ તાત્કાલીક પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરેલ હતી.

ગુન્હો નોંધાતા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણેય આરોપીઓને પકડી મુદામાલ સોનાનો ચેઇન તથા અન્ય આરોપીની સંડોવણી સંબંધે તપાસ માટે આરોપીઓનો પોલીસ રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરેલ હતા. આરોપીઓને રજુ કરાતા આરોપીઓએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે અદાલતમાં જામીન અરજી દાખલ કરી પોલીસની રીમાન્ડ અરજી સાથો સાથ જામીન અરજીની પણ સુનાવણી કરવા રજુઆત કરેલ હતી.

બન્ને પક્ષકારોની લંબાણ પૂર્વકની દલીલોના અંતે અદાલત દ્વારા આરોપીઓ તરફે થયેલ રજુુ઼આતો ગ્રાહ્ય રાખી પોલીસની રીમાન્ડની માંગણી ફગાવી દઇ તમામ આરોપીઓને જામીન પર મુકત કરવા આદેશ ફરમાવેલ હતો.

આ કામમાં તમામ આરોપીઓ તરફે જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, ઇશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા રોકાયેલ હતા.

(3:20 pm IST)