વાહન ચેકિંગ દરમ્યાન વિદેશી દારૂ સાથે બે શખ્સ હાર્દિક અને સંજયને એરપોર્ટ પોલીસે પકડ્યા
રાજકોટ: એરપોર્ટ પો.સ્ટેના સર્વેલન્સ સ્કવોડના પો.સ.ઇ. વી સી પરમાર તથા એચ સી વિક્રમસિંહ સોલંકી તથા પો કોન્સ મહાવીરસિંહ ચુડાસમા તથા ઇર્શાદભાઈ ઝન્નર વીગેરે એરપોર્ટ પો.સ્ટે.ની ચેક પોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા દરમ્યાન પો કોન્સ મહાવીરસિંહ ચુડાસમાની બાતમીના આધારે (૧) હાર્દિક દેશરભાઇ ડોડીયા (ઉ.વ.19, રહે. કોઠારીયા ગામ, તા.જી. રાજકોટ) તથા (૨) સંજય ગોવિંદભાઇ બારૈયા (ઉ.વ.244 રહે.રતનપર ગામ, મુરલીધર કંપનીમાં તા.જી. રાજકોટ)ને મેકડોવેલ્સ નં ૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજીનલ, ફોર સેલ ઇન ચંડીગઢ ઓન્લી લખેલ ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ10 જેની કિ. રૂા.5000ની સાથે પકડઇ મો.સા.નં. જી.જે.03.એલ.યૂ.3713 કી.રૂા.30000નું પણ કબ્જે કર્યુ છે.
આ કામગીરી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ એહમદ તથા ઇ/ચા. ડી.સી.પી. ઝોન ૧ મનીષ સિંઘ તથા એ.સી.પી ઉત્તર વિભાગ એસ.આર.ટંડેલની સુચના મુજબ પો.ઇન્સ. જી.એમ.હડીયા તથા પો.સ.ઇ વી. સી. પરમાર, પો.હેડ.કોન્સ કેશુભાઇ વાઝા, વિક્રમસિંહ સોલંકી, કોન્સ. યશપાલસિંહ ઝાલા, મહાવીરસિંહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા, કનુભાઇ ભમ્મર તથા ઇરશાદભાઇ ઝારએ કરી હતી.