રાજકોટ
News of Monday, 17th January 2022

દારૂ, મારામારીના ગંભીર ગુન્હામાં અને એટ્રોસીટીના ગુન્હામાં ધણા સમયથી નાસતા ફરતા રીઢા શખ્સ શાહરૂખ ઉર્ફ રિઝવાનને ગાંધીગ્રામ-૨ (યુની) પોલીસની ટીમે પકડ્યો: અગાઉ 7 ગુનામાં સામેલ

રાજકોટ: યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ડી સ્ટાફની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતીડ ત્યારે હેડકોન્સ. હરપાલસિંહ જે.જાડેજા તથા કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામીને મળેલ હકિકત આધારે ગાંધીગ્રામ-૨ (યુની.) પોલીસ સ્ટેશન તથા ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપી શાહરૂખ ઉર્ફે રીઝવાન શાહબુદીનભાઇ બેલીમ (રહે, કેવલમ કવાર્ટર પુષ્કરધામ રોડ રાજકોટ મુળ સોની તલાવડી ગજાભાઇની શેરી ધ્રાગંધા જી.સુરેન્દ્રનગર)ને યુની. રોડ જે.કે. ચોક પાસેથી ઝડપી લીધો છે.

આ ચાર ગુનામાં પકડવાનનો બાકી હતો: (૧) ગાંધીગ્રામ-૨ (યુની.) પો. સ્ટે.ગુ.૨.નં.૪૪૭૯/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૨૬ તથા એકટ કલમ ૩(૧)આર, ૩(૨)(૫) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ એટ્રોસીટી (૨) ગાંધીગ્રામ-૨ (યુની.) પો. સ્ટે. ગુ.ર.નં.૪૬૭૫/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૬, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ (૩) ગાંધીગ્રામ-૨ (યુની.) પો. સ્ટે. ગુ.ર.નં.૦૦૫૦/૨૦૨૨, પ્રોહી કલમ ૬૫અએ, ૧૧૬બી, ૮૧ મુજબ. (૪) ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૧૦/૨૦૨૨, ૬૫એઇ, ૧૧૬બી, ૯૮(૨), ૮૧ મુજબ. ગુન્હાહિત ઇતિહાસ

અગાઉ આટલા ગુનામાં સંડોવણી: (૧) ગાંધીગ્રામ-૨ (યુની.) પો. સ્ટે. ગુ.ર.નં. ૧૪૦/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૦૨ તથા એટ્રોસીટી કલમ ૩(૨) ૫-અ વિ. (૨) ગાંધીગ્રામ-૨ (યુની.) પો. સ્ટે. ગુ.ર.નં. ૭૦૬/૨૦૨૧, આ સ એકટ કલમ રપ (૧-b)(a) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ. (૩) ગાંધીગ્રામ-૨ (યુની.) પો. સ્ટે. ગુ.ર.નં. ૩૩૬૭/૨૦૨૧, જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ. (૪) મોરબી સીટી બી ડીવીજન પો.સ્ટે. ૩૪૮/૨૦૧૮, પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬બી મુજબ (૫) મોરબી સીટી બી ડીવીજન પો.સ્ટે. ૨૧૩/૨૦૧૮, પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬બી મુજબ. (૬) પ્ર.નગર પો. સ્ટે. ગુ.ર.નં. ૨૬/૨૦૨૦, પ્રિઝન એક્ટ કલમ ૪૨, ૪૩, અને ૪૫ ની પેટા કલમ ૧૨ મુજબ. (૭) બી.ડીવીજન પો. સ્ટે. ગુ.ર.નં.૬૯૮/૨૦૨૧, એન.ડી.પી.એસ. એકટની કલમ ૮(સી), ૨૧(બી)

આ કામગીરી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબ મનોહરસિંહ જાડેજા (ઝોન-૨) તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ પી.કે.દિયોરા (પશ્ચિમ વિભાગ)એ ભાગતા ફરતા તેમજ લાલશાહીથી બતાવેલ આરોપીઓને  પકડવવાની સુચના આપી હોઇ પોલીસ ઇન્સપેકટર એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્સ. એ.બી.વોરા, હેડકોન્સ. રાજેશભાઇ એન.મિયાત્રા, હરપાલસિંહ જે.જાડેજા, યુવરાજસિંહ આર.ઝાલા, કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, બલભદ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહીલએ આ કામગીરી કરી હતી.

(8:34 pm IST)