આજથી ફરી વીજતંત્ર દ્વારા રાજકોટમાં દરોડાનો દોર : પેલેસ રોડ - કેનાલ રોડ - ભૂપેન્દ્ર રોડ - કોઠારીયા નાકા - લાખાજીરાજ રોડ - સોની બજારમાં ધોંસ
આજી-૧, આજી-૨, પ્રહલાદ પ્લોટ સબ ડિવીઝન આવરી લેવાયા : ૪૪ ટીમો ત્રાટકી : ૧૧ ફીડરના વિસ્તારો આવરી લેવાયા
રાજકોટ તા. ૧૭ : પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસે આજથી ફરી રાજકોટમાં વીજ ચોરી સામે દરોડાનો દોર શરૂ કર્યો છે, ડીસેમ્બર મહિનામાં ૩૦ કરોડની વીજચોરી ઝડપી લીધા બાદ જાન્યુઆરીમાં દરરોજ સૌરાષ્ટ્ર - કચ્છમાં દરોડા ચાલુ રખાયા છે, આજે રાજકોટ ઉપરાંત ભાવનગર, પાલીતાણા, તળાજા, કચ્છ, ભુજ, ભચાઉમાં સંખ્યાબંધ ટીમો ત્રાટકી છે.
આજે રાજકોટમાં રાજકોટ સીટી વિભાગ-૧માં આવેલા આજી-૧, આજી-૨, પ્રહલાદ પ્લોટ સબ ડિવીઝનના ૩૦થી વધુ વિસ્તારોમાં ૪૪ ટીમોએ દરોડા પાડયા છે, જેમાં કર્નેજી ફીડર, સંતકબીર, અમીધારા, થોરાળા, ભગવતીપરા, શહેરી ફીડર, સોનીબજાર, શ્રી હરી, પીટીસી રોડ, રામનાથપરા, લાતી પ્લોટ ફીડર સહિત કુલ ૧૧ ફીડર વિસ્તારમાં દરોડા શરૂ કરાયા છે.
જ્યાં ટીમો ત્રાટકી છે તેમાં પેલેસ રોડ, કેનાલ રોડ, ભુપેન્દ્ર રોડ, કોઠારીયા નાકા, ગુજરી બજાર, લાખાજીરાજ રોડ, સોની બજાર, શિવાજી નગર, કુબલીયાપરા, ન્યુ વિજનગર, કસ્તુરબા હરીજનવાસ, લાખાજીરાજ, ઉદ્યોગનગર શેરી નં ૧ થી ૮, વિજયનગર, ગંજીવાડ શેરી ૧ થી ૮૦, દલિત ચોક, જયપ્રકાશ નગર ૧ થી ૧૫, બદરી પાર્ક, વંદેમાતરમ સોસાયટી, સદગુરૂ પાર્ક, અંબિકા પાર્ક, હરિ સાગર પાર્ક, સુખસાગર ચુનારાવાડ શેરી નંબર ૧ થી ૮, મનહરપરા, આંગણવાડી, બેડીપરા શ્રમજીવી સોસાયટી, શિવધારા હોટેલ, મયુરનગર શકિત સોસાયટી, મેહુલનગર, ભોજલરામ સોસાયટી, કનકનગરનો સમાવેશ થાય છે.