રાજકોટ
News of Monday, 17th January 2022

રાજકોટના ડીવાઇન ચેરી. ટ્રસ્‍ટ દ્વારા ભુજમાં દંત ચિકિત્‍સા કેમ્‍પ યોજાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭ : સ્‍વદેશી ઉત્‍થાન સમિતી કચ્‍છ અને આર્ય સમાજ ભુજ દ્વારા ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટના સહયોગથી નિશુલ્‍ક દંત ચિકિત્‍સા કેમ્‍પનુᅠ આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં રાજકોટના સુપ્રસિધ્‍ધ આયુર્વેદ ચિકિત્‍સક ડો. સંજયભાઈ અગ્રાવત મોનીકાબેન ભટ્ટ સહિતની નિષ્‍ણાંતોની ટીમ દ્વારા નિદાન કરવામાં આવ્‍યુ હતું.

સ્‍વદેશી જાગરણના પ્રખર ચિંતક અને માર્ગદર્શક સ્‍વ. રાજીવ દિક્ષીતજીના વિચારોને ચિરંજીવ રાખી લોકોમાં સ્‍વદેશી વસ્‍તુઓના વપરાશ પ્રત્‍યેની ઉદાસીનતા દૂર થાય અને લોકો તત્‍વસભર અને સત્‍વશાળી સ્‍વદેશી અપનાવે તેવા ઉમદા ઉદેશ સાથે કાર્યરતᅠ સ્‍વદેશી ઉત્‍થાન સમિતી કચ્‍છ દ્વારા અમૂલ્‍ય એવી આયુર્વેદ ચિકિત્‍સાના ઉપચાર વડે દંત યજ્ઞ શિબીરનુ આયોજન કરવામાં આવ્‍યુ હતું

આ નિદાન શિબીરમાં દાંત અને પેઢાનુ નિદાન કરવામાં આવ્‍યુ હતુ, સડેલા અને હલતા દાંતને ઈંજેકશન વિના જાલંધર બંધ પધ્‍ધતિથી કાઢવામાં આવ્‍યા હતા. એક દિવસીય આ દંત ચિકિત્‍સા શિબીરમાં દોઢસોથી વધુ લોકોના નિદાન કરી ચિકિત્‍સા કરવામાં આવી હતી.

ભુજના આ દંતયજ્ઞને સફળ બનાવવા સ્‍વદેશી ઉત્‍થાન સમિતી કચ્‍છના કાર્યકરો વનરાજસિંહ જાડેજા, શાંતીલાલ સેંઘાણી, મુકેશભાઈ ઠક્કર, વિનોદભાઈ સોલંકિ, મહેન્‍દ્રસિંહ સોઢા, મયૂર બોરીચા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતીᅠ આર્ય સમાજ ભુજ મહિલા સંગઠનના પ્રમુખ ભાનુબેન વી પટેલ તેમજ આર્ય વીર દળનાᅠ પ્રમુખ અશોક પટેલ, યજ્ઞનેશ વેલાણી, સાર્થક પટેલ, વસંત પટેલ, વિનોદ પટેલ, હસમુખ પટેલ, અમીત પટેલ વિગેરે સ્‍વયં સેવકો તરીકે સહયોગી બન્‍યાᅠ હતા.

(2:26 pm IST)