News of Monday, 17th January 2022
મવડી પાળ ગામને જોડતા માર્ગમાં નદી પર પુલ બાંધવાની માંગ કરતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ
રાજકોટ તા. ૧૭: ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે રોડ એન્ડ બિલ્ડીંગનો હવાલો સંભાળતા મંત્રીશ્રી પુર્ણેશભાઇ મોદીને એક પત્ર પાઠવી રૂબરૂ મળીને મવડી-પાળ વચ્ચે પુલની માંગ કરેલ છે. રાજકોટથી લોધિકા જવાનો ટુંકો માર્ગ અને આજે એ રોડ ઉપર થયેલા સેંકડો ઉદ્યોગો માટે આ રસ્તો ખુબજ મહત્વનો બની ગયો છે. ચોમાસાના સમયે પુર આવે ત્યારે આ રસ્તો બંધ થઇ જાય છે અને હજારો લોકોને ૧પ કી.મી. જેટલું વધુ અંતર કાપીને મહા મુશ્કેલી એ, રાજકોટ આવી શકાય છે. જે અંગે મંત્રીશ્રીએ આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમ એક યાદીમાં જણાવેલ છે.
(2:26 pm IST)