રાજકોટ
News of Monday, 17th January 2022

બ્રહ્મ પરિવાર દ્વારા પોલીસના પરિક્ષાર્થી બહેનો માટે નિઃશુલ્‍ક રહેવાની વ્‍યવસ્‍થા ગોઠવાઇ

રાજકોટઃ શહેરમાં માઉન્‍ટેન પોલીસ ગ્રાઉન્‍ડ ખાતે પીએસઆઇ તથા કોન્‍સ્‍ટેબલની ભરતી પરીક્ષા આપવા માટે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાંથી આવતા  બહેનો માટે વોર્ડ નં. ૩ બ્રહ્મ પરિવાર દ્વારા રાત્રી રોકાણ કરવા જંકશન પ્‍લોટમાંજ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. પીએસઆઇ, પોલીસ કોન્‍સ્‍ટેબલ ભરતીની શારીરીક પરિક્ષા તા.ર૯/૧ સુધી લેવામાં આવનાર છે. તેમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છની પરીક્ષામાં આવનાર બહેનો માટે વોર્ડ નં.૩ બ્રહ્મ પરિવારના હરીશભાઇ જોષી, અશોકભાઇ પંડયા, કિરણભાઇ ઓઝા,નીતીનભાઇ દ્વારા નિઃશુલ્‍ક વ્‍યવસ્‍થા ગુરૂવંદના એપાર્ટમેન્‍ટ ભીંભાણી હોસ્‍પિટલ પાસે જંકશન પ્‍લોટ શેરી નં. ૬/૯ ખાતે કરવામાં આવી છે જે માટે બે દિવસ અગાઉ ે  રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે જેમાં અશોકભાઇ પંડયા, મો. ૬૩પપ૩ ૪૯૦૧૯ અને મિલનભાઇ શુકલા મો. ૯૭ર૪ર ૦૦૦૦૧  નીતીનભાઇ ભટ્ટ મો.૯૭૨૩૪ ૫૬૯૧૯, અનિલભાઇ દવે  મો. ૯૪૨૮૨ ૫૧૫૨૩ , તરૂણભાઇ જાની મો. ૭૭૭૭૯ ૩૪૪૨૮નો સંપર્ક કરવા અને ઇમર્જન્‍સી માટે મીલનભાઇ શુકલા અને હરેશભાઇ જોશીનો સંપર્ક કરવો  જણાવ્‍યું  છ.ે બ્રહ્મ પરિવાર વોર્ડ ૩ દ્વારા કરાયેલી વ્‍યવસ્‍થાની રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ મુલાકાત લઇ પરીક્ષા આવપા આવેલી બહેનોનો ઉત્‍સાહ વધાર્યો હતો.

(2:30 pm IST)