રાજકોટ
News of Monday, 17th January 2022

બુધવારે ઓશોના ૩૨માં નિર્વાણ દિવસ નિમિતે

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે એક દિવસીય નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર- સન્યાસ ઉત્સવ

કોરોના વેકસીનના બંને ડોઝ લીધેલા હશે તેઓને જ શિબિરમાં પ્રવેશ મળશેઃ વેકસીનના સર્ટીની ઝેરોક્ષ આપવાની રહેશેઃ માસ્ક કમ્પલસરી છેઃ નોંધણી શરૂ આયોજકઃ સ્વીઝરલેન્ઢડના સ્વામિ પ્રેમમૂર્તિ, સંચાલકઃ- સ્વામિ સત્ય પ્રકાશ, કાર્યક્રમ આયોજનઃ- પૂર્વીદિદિ (માં સૂરંજના), લાફટર થેરાપી માસ્ટર- નિતિનભાઈ મિસ્ત્રી શિબિર દરમ્યાન ઓશોની અંતીમયાત્રાની વિશેષ વીડીયો સી.ડી. દર્શાવવામાં આવશે

રાજકોટઃ ઓશોના સૂત્ર ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગોત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન- કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, મૃત્યુ  ઉત્સવ, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એકમાત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર દ્વારા અવાર- નવાર આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્વામિ સત્યપ્રકાશ કરી રહયા છે.

આગામી તા.૧૯ને બુધવારના રોજ સંબુધ્ધ રહસ્યમય સદ્દગુરૂ ઓશોનો ૩૨મો નિર્વાણ દિવસ છે. આ દિવસને ઓશો જગતના ઓશો સેલીબ્રેશન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જુના અનુસંધાને સ્વીઝરલેન્ડના સ્વામિ પ્રેમમૂર્તિએ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર એક દિવસીય નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે. જેનું સંચાલન સ્વામિ સત્ય પ્રકાશ કરવાના છે. શિબિરની રૂપરેખા નીચે પ્રમાણે છે. સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન (આ ધ્યાન છેલ્લા ૩૬ વષોથી એકપણ દિવસ ચુકાયા વગર ધ્યાન મંદિર પર કરવામાં આવે છે.) સવારે ૭:૧૫ થી ૮ બ્રેકફાસ્ટ, સવારે ૮:૩૦ થી બપોરે ૧ દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, બપોરે ૧ થી ૩ મહાપ્રસાદ (હરિહર) તથા વિશ્રામ બપોરે  પછી ૩ થી રાત્રીના ૮:૩૦ દરમ્યાન ઓશોની અંતીમ યાત્રાની દુર્લભ વિડીયો સીડી, ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, સન્યાસ ઉત્સવ, લાફટર થેરાપી માસ્ટર નિતિનભાઈ દ્વારા હસીંબા ધ્યાનમ્નો વિશેષ પ્રયોગ, નવા સન્યાસીઓને ધ્યાનનું માર્ગદર્શન સંધ્યા ધ્યાન, કિર્તન ધ્યાન.

ઉપરોકત ઓશો સેલીબ્રેશન દિવસની એક દિવસીય ઓશો ધ્યાન શિબિરમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને ઓશો ઈનર સર્કલે હાર્દિક અનુરોધ કરેલ છે.

શિબિર સ્થળે- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજ પાસે, ૪ વૈદવાડી, 'ડી' માર્ટ પાછળ, રાજકોટ. વિશેષ માહિતી તથા એસએમએસ દ્વારા નામ નોંધણી કરાવવા માટે સ્વામિ સત્ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

(2:42 pm IST)