રાજકોટ
News of Monday, 17th January 2022

કલ્પસર યોજના તાકિદે લાગુ કરોઃ 'સ્વામીનાથન આયોગ'ની અમલવારી કરાવોઃ ઇન્સ્પેકશન ચાર્જ નાબૂદ કરો

રાજકોટ તા. ૧૭ :.. કલેકટર કચેરી ખાતે ભગતસિંહ ક્રાંતિ દળના યુવાનોએ કલેકટરને આવેદન પાઠવી મહત્વની એવી કલ્પસર યોજના તાકિદના ધોરણે અમલ કરવા માંગણી કરી હતી.

ભગતસિંહ ક્રાંતિ દળે આવેદન પત્રમાં મુખ્ય માંગણીઓમાં સૌરાષ્ટ્ર - કચ્છનાં તમામ ખેડૂતોને સિંચાઇ બાબતે સ્વાવલંબી બની શકે તે હેતુથી 'કલ્પસર યોજના' નો તાત્કાલીક ધોરણે અમલવારી કરાવવી. ખેડૂતોના પાક ઉત્પાદનના નફામાં પોષણક્ષમ ભાવ માટે 'સ્વામીનાથન આયોગ' ની અમલવારી કરાવવી. ખેડૂતોને આપવામાં આવતાં ધિરાણમાં પ્રોસેસીંગ ચાર્જ અને ઇન્સ્પેકશન ચાર્જ નાબૂદ કરવો.

આ ઉપરાંત ખેડૂતોને ૩ ફેજ વીજ કનેકશન તાત્કાલીક ધોરણે આપવું તેમજ ફેજ મીટર કનેકશન  વાળામાં સીંગલ ફેજ મોટર ચલાવવા કાયદેસર મંજૂરી  આપવી જેથી ખેડૂત વધુ પિયતનો લાભ લઇ શકે. તેમજ જી.ઇબી ની થતી હેરાનગતીથી બચે.

ખેડૂતોને કાયમી ધોરણે ર૪ કલાક વિજળી પુરી આપવી. ખેત ઉત્પાદનના ટેકાના ભાવ ૧પ જુન સુધીમાં ડીકલેર કરવા જેથી ખેડૂતોને વાવેતરની ખબર પડે. વિગેરે માંગણીઓનો સમાવેશ થાય છે. રજૂઆતમાં સંજય ખીરસરીયા, હિમાંશુ ચાંગેલા, જીજ્ઞેશ કાલાવડીયા વિગેરે જોડાયા હતાં.

(3:24 pm IST)