રાજકોટ
News of Monday, 17th January 2022

શહેરમાં ગઇકાલે કોરોનાના ૨૪૮૨ હજાર ટેસ્ટ પૈકી ૩૭૮ કેસ નોંધાયા : ૧૫.૨૩ ટકા પોઝીટીવ રેટ

હાલ ૨૪૨૯ દર્દીઓ સારવાર હેઠળ : કુલ કેસનો આંક ૪૬,૫૮૮ એ પહોંચ્યો

રાજકોટ તા. ૧૦ : શહેરમાં દરરોજ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. બે દિવસમાં ૭૦૦ જેટલા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આજ બપોર સુધીમાં ૧૨૫ કેસ નોંધાયા છે.
બે દિવસમાં ૭૦૦થી વધુ કેસ નોંધાયા
શહેરમાં તા. ૧૫ જાન્યુઆરીનાં શનીવારે સાંજ સુધીમાં ૩૪૭ કેસ નોંધાયા હતા. જયારે ગઇકાલે રવિવારે સાંજે ૩૭૮ રિપોર્ટ પોઝિટિવ આવતા મનપા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
બપોર સુધીમાં ૧૨૫ કેસ
મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૧૨૫ કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૬,૫૮૮ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૪૩,૬૭૪ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૨૪૮૨ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૩૭૮ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧૫.૨૩ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૫,૯૮,૭૮૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૬,૫૮૮ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૯૧ ટકા થયો છે. રિકવરી રેટ ૯૩.૭૪ ટકાએ પહોંચ્યો છે.

 

(3:24 pm IST)