રાજકોટ
News of Monday, 17th January 2022

ઓપન રાજકોટ ટેલેન્ટ શો

પુજા હોબી સેન્ટર અને સહેલી ગૃપ દ્વારા ઓપન રાજકોટ ટેલેન્ટ શો ૨૦૨૨ નું આયોજન કરાયુ હતુ. જેના પરિણામો જાહેર કરાતા સલાડ ડેકોરેશનમાં (૧) પાલવ જોશી, (ર) માયા ચુડાસમા વિજેતા બન્યા હતા. શિયાળુ પાકમાં (૧) નમ્રતા કામદાર, (ર) એકતા કોટેચા (૩) જયોતિબેન ગણાત્રા વિજેતા બન્યા હતા. બ્રાઇડલ કોમ્પીટીશનમાં અલગ અલગ બે એઇજ ગ્રુપમાં (૧) જયા સીંગ - સરોજ વેકરીયા, (ર) ભવ્યતા ભટ્ટી - સોનાલી નૈયા, (૩) અંકિતા રાજદુત - પૂર્ણિમા પરમાર વિજેતા બન્યા હતા. ફેશન શો માં ગ્રુપ એ માં (૧) દીતીશ્રી ઠુંમર, (ર) મનસ્વી જડીયા, (૩) પ્રાંશી જડીયા, ગ્રુપ બી માં (૧) વીહા મૃગ, (ર)  દિંકલ કોટેચા (૩) અક્ષ એમ રૂપાણી વિજેતા બન્યા હતા. ફેન્સી ડ્રેસમાં ગ્રુપ એ માં (૧) મનસ્વી જડીયા (ર) શ્લોકા વસા, (૩) ધનવીરસિંહ ચૌહાણ તેમજ ગ્રુપ બી માં (૧) ચિત્રા વોરા, (ર) પ્રાંશી જડીયા, (૩) જાહલ મકવાણા વિજેતા થયા હતા. યોગા કોમ્પીટીશનમાં (૧) વીહા મૃગ, (ર) બ્લોસમ વાલેરા (૩) એંજલ નથવાણી વિજેતા બન્યા હતા. જીમ્નાસ્ટીકમાં (૧) રાહી નાગવેકર, (ર) જય રોલા, (૩) યારા પીપળવા વિજેતા બન્યા હતા. હુલ્લાહુપમાં (૧) રાહી નાગવેકર, (ર) જય રોલા (૩) યાના સગપરિયા વિજેતા બન્યા હતા. ડાન્સીંગમાં (૧) દિંકલ કોટેચા, (૨) ચિત્રા વોરા (૩) મોઇન માંકડા તેમજ ડયુએટ ડાન્સમાં (૧) રાહી નાગવેકર- ધ્યાની કાછડીયા વિજેતા બન્યા હતા. જયારે સીંગીંગમાં (૧) હર્ષ અઢીયા, (૨) દર્શિતા પઢીયાર (૩) રેખાબેન પંડયા વિજેતા બન્યા હતા. જજીસ તરીકે જામનગર, ભાવનગર અને અમદાવાદના શ્રીમતી હિનાબેન પંડયા, શ્રીમતી ઉષાબેન ચોલેરા, શ્રીમતી અલ્પાબેન તન્નાએ સેવા આપી હતી.

(3:28 pm IST)