રાજકોટ
News of Monday, 17th January 2022

હાશ... વોર્ડ નં. ૧૨માં ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક સુધીનો રસ્તો ૨.૬૭ કરોડના ખર્ચે સિમેન્ટ કોંક્રીટથી મઢાયો

મંત્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે મેયર ડો. પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો : વરસાદી પાણીની નિકાલની સમસ્યા પણ ઉકેલાશે

રાજકોટ તા. ૧૭ : શહેરના વોર્ડ નં. ૧૨ માં રૂ. ૨.૬૭ કરોડના ખર્ચે ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક સુધી બનાવવામાં આવેલ સિમેન્ટ/કોંક્રીટ રોડનું લોકાર્પણ રાજયના વાહન વ્યવહાર, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્ય્ક્ષ સ્થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.

ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક સુધી કુલ ૫૬૦૦ ચો.મી. એરિયામાં હાઈ વોલ્યુમ ફલાયએશ-એમ.-૪૦ ગ્રેડ(એચ.વી.એફ.એ.)થી સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવવામાં આવેલ છે. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ૧૬૦૦ રનિંગ મીટરની લંબાઈમાં ૬૦૦/૬૦૦ એમ.એમ. ડાયાના આર.સી.સી. એન.પી.-૩ કલાસના પાઈપલાઈનને લેઈંગ કરવામાં આવેલ છે તથા અન્ડર ગ્રાઉન્ડ યુટીલીટીઝ માટે અન્ડર ગ્રાઉન્ડ સર્વિસ પાઈપ નાખવામાં આવેલ.વધુમાં, સિમેન્ટ રોડની સાઈડમાં ૧.૫૦ મીટર પહોળાઈમાં ૨૪૦૦ ચો.મી. એરિયામાં ઈન્ટર લોકીંગ પેવીંગ બ્લોક લગાડવામાં આવેલ છે.

આ સિમેન્ટ કોંક્રીટ રોડ તૈયાર થવાથી ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક સુધી આશરે ૧૫ થી ૨૦ સોસાયટીના લોકોને ચોમાસાની ઋતુ દરમ્યાન પાણી ભરાવાના પ્રશ્નનું નિરાકરણ આવશે. તેમજ ગોકુલધામ મેઈન રોડ પરથી આવતું વરસાદી પાણીનો પણ યોગ્ય તથા ઝડપથી નિકાલ થશે. જેથી વરસાદી પાણી ભરાવાના પ્રશ્નનું નિરાકરણ થતા અંદાજિત ૧૫ હજારની વસ્તીને લાભ થશે.

આ પ્રસંગે, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિટીના ચેરમેન કેતનભાઈ પટેલ, વોર્ડ નં. ૧૨ ના કોર્પોરેટર મગનભાઈ સોરઠિયા, મીતલબેન લાઠિયા, અસ્મિતાબેન દેલવાડિયા, વોર્ડના પ્રભારી પ્રવિણભાઈ ઠુંમર, પ્રમુખ રસિકભાઈ કાવઠીયા, મહામંત્રી મનસુખભાઈ વેકરિયા, દશરથસિંહ જાડેજા, યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, વ્યવસાયિક સેલ સંયોજક નરશીભાઈ કાકડિયા, મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા, બક્ષીપંચ મોરચાના મંત્રી ધર્મેશભાઈ ડોડીયા, કિશાન મોરચાના ઉપપ્રમુખ યોગરાજસિંહ જાડેજા, સિદ્ઘરાજસિંહ જાડેજા ઙ્ગતેમજ ભાજપ અગ્રણી મૌલિકભાઈ દેલવાડિયા, સુરેશભાઈ રામાણી, ચેતનભાઈ લાઠિયા, વિમલભાઈ રાદડિયા, દિલીપભાઈ કોટડીયા, ધિરજભાઈ મુંગરા, કંચનબેન મારડિયા, રંજનબેન ચોવટીયા, યુવરાજસિંહ ઝાલા, સતિષભાઈ ટોળિયા, રાજુભાઈ વિરડીયા, પરેશભાઈ સગપરીયા, ભગવાનજીભાઈ, ચિરાગ ગજજર, ભાવેશ ખીમાણીયા વગેરે ઉપસ્થિત રહેલ.

(3:50 pm IST)