રાજકોટ
News of Wednesday, 17th February 2021

આજથી ફાસ્ટેગનો કડક અમલ શરૂ થતા અને આગોતરા આયોજનના અભાવે રાજકોટ-ગોંડલ વચ્ચેના ટોલનાકા ઉપર મોડી રાત્રે અત્યારે કિલોમીટરોની લાઈનો લાગી: એકાદ કલાકે વારો આવે છે: સ્કૂટરો પણ ફસાયા

રાજકોટ નજીક આવેલ ગોંડલ રાજકોટ હાઇવે પર ભરુડી ટોલનાકા પાસે રાજકોટ થી ગોંડલ જતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અત્યારે મોડી રાત્રે ટોલ નાકની બન્ને બાજુ પાંચ થી સાત કિલોમીટર સુધી  વાહનોની લાઈનો લાગી છે. ફાસ્ટેગ ફરજિયાત કરાતાં અને આ માટે  આગોતરુ આયોજન ન હોય સંખ્યાબંધ ટોલનાકા ઉપર આવી જ સ્થિતિ હોવાનું ચર્ચાય છે. રાજકોટથી જૂનાગઢ જતા હાઇવે ઉપર રાજકોટથી ચાલીસ કિલોમીટર દૂર ગોંડલ પહોંચતા 30 થી 35 મિનિટનો સમય લાગે. તેના બદલે એક એક કલાક સુધી ટોલનાકા ઉપર વાહનો પોતાનો ટર્ન આવે તેની રાહ જોઇને ઊભા છે. સત્તાધીશો આ અંગે કોઈ ત્વરિત પગલાં લે તેવી લાગણી પ્રવર્તે છે. નહીં તો આ સ્થિતિ ખૂબ લાંબો સમય ચાલશે તેમ મનાય છે. ફાસ્ટ ટેગ ઓલરેડી જેમણે લગાવી છે તેમનામાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

(9:59 pm IST)