રાજકોટ
News of Wednesday, 17th February 2021

રાજકોટમાં ચૂંટણી જંગ જામ્યો : રિક્ષાઓ પાછળ પક્ષના પ્રચાર બેનરો : નેતાઓ પાસે વચનોની ઉઘરાણીના પ્રશ્નો કરતા લોકો

ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના બદલે ઘરે - ઘરે ઇ-મેમો મોકલાય છે

રાજકોટ તા. ૧૭ : મહાનગર પાલિકાની ચૂંટણીનો જંગ જામતો જાય છે. રિક્ષાઓ પાછળ વિવિધ રાજકીય પક્ષોના પ્રચાર બેનરો જોવા મળે છે. નેતાઓ પાસે અગાઉ આવેલા વચનોની ઉઘરાણીના પ્રશ્નો લોકો કરી રહેલ છે.

રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે હવે રીક્ષા પાછળ બેનરો લગાવીને જનતા સીધા નેતાઓને સવાલ કરી રહી છે કે ભૂતકાળમાં કરેલા વચનોનું શું થયું ? શહેરના વોર્ડ નં. ૯ ખાતે રીક્ષા પાછળ બેનરો લગાવી નેતાઓને કેટલાક સવાલો કરવામાં આવ્યા છે. આ બેનરો ભાજપના વિરોધીઓએ લગાવ્યા હોવાનું અનુમાન ભાજપના ઉમેદવારો લગાવી રહ્યા છે. તો હવે રીક્ષા પાછળ બેનરો લગાવીને નેતાઓને સીધા તેમના વાયદાઓના હિસાબ વિશે સવાલ કરવામાં આવી રહ્યા છે.

(11:20 am IST)