રાજકોટ
News of Wednesday, 17th February 2021

રાજકોટની રાત-દિવસનો અદ્ભુત નઝારો : રાત્રીના ઝગમગાટ : સવારે ધુમ્મસરૂપ વાદળોનો ધરતી સાથે સંગમ

રાજકોટ : રાત્રી ફકર્યુ હળવો થતાં જ  શહેરોમાં લગ્ન ગાળાની સીઝનમાં રોશનીનો ઝગમગાટ તેમજ શહેરોની રાત્રી રોનક ઝળહળી ઉઠી છે. તો બીજી બાજુ વિદાય લેતા શિયાળાની સવારની વસંત પણ ખીલી ઉઠી છે. ઉપરોકત બંને તસ્વીરો કંઇક આવો જ અહેસાસ ઠરાવે છે. તસ્વીરમાં રાત્રીનો ઝગમગાટ જોતા લાગે કોઇ વિદેશનો નઝારો છે. પણ આ બંને તસ્વીરો છે રાજકોટના મોટામવા વિસ્તારના ન્યુ ૧પ૦ ફૂટ રીંગ રોડ રંગોલી પાર્ક વિસ્તારની વિદાય લેતા શિયાળાની ગાઢ ધુમ્મસ રૂપી વાદળો જાણે રાજકોટની ધરતી ઉપર ઉતરી આવ્યા હોય તેવો વહેલી સવારનો અદ્ભૂત નઝારો જોવા મળે છે. પત્રકાર નયનભાઇ વ્યાસના ફલેટમાંથી લેવાયેલ આ રાત-દિવસના અલભ્ય નઝારાની તસ્વીરો ખરેખર આહલાદાયક છે.

(12:52 pm IST)