રાજકોટ
News of Wednesday, 17th February 2021

'નરેન્દ્ર' નામ પ્રભાવી ? ત્રણનું છુપાયુ ભાવિ : ર૦૦પમાં એક જ નામના પ ચૂંટાયેલા

રાજકોટઃ ખ્વાહીશો (ઇચ્છા) એ નહી  ગીરતે હૈ ફુલ ઝોલીમેં, કર્મ કી શાખ કો હિલાના હોગા, અપને હિસ્સે કા દીયા ખુદ કો જલાના હોગા.... આ પંકિત કર્મનું મહત્વ બતાવે છે. પરિશ્રમરૂપી કર્મ કરી જાણે છે તે સફળતા મેળવી જાણે છે.

રાજકોટ મહાનગર પાલીકાના રાજકારણ સાથે આવા સરખા નામવાળા કર્મવીરોની સફળતા જોડાયેલી છે. વર્ષ ર૦૦પની કોર્પોરેશનની ચુંટણીમાં 'નરેન્દ્ર ' નામવાળા પ કોર્પોરેટરો ચુંટાયેલા. જેમાં કોંગ્રેસમાંથી નરેન્દ્રસિંહ જાડેજા, ભાજપમાંથી નરેન્દ્રભાઇ સોલંકી, નરેન્દ્ર ડવ, નરેન્દ્રસિંહ વાઘેલા અને નરેન્દ્રસિંહ ઠાકુરનો સમાવેશ થાય છે. તે વખતે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાની પ્રેરણાથી કોર્પોરેટર બનેલા પાંચેય નરેન્દ્રભાઇઓનું સાફા પહેરાવી સન્માન કરાયેલ. તે વખતે અકિલા પરિવારના સ્વ. નરેન્દ્રભાઇ પારેખ (મામા) પણ ઉપસ્થિત હતા. આ વખતે ભાજપના 'નરેન્દ્ર' નામધારી ત્રણ ઉમેદવારોએ ફરી નસીબ અજમાવ્યું છે. નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા (વોર્ડ નં. ૩) નરેન્દ્ર ડવ (વોર્ડ નં. ૧૬) અને નરેન્દ્રસિંહ (નિરૂભા) વાઘેલા (વોર્ડનં. ૧૦) ચૂંટણી લડી રહયા છે. તે વખતે અકિલાના આંગણે યોજાયેલ સન્માન પ્રસંગની તસ્વીરમાં વિજેતા પાંચ 'નરેન્દ્રભાઇઓ' સાથે અકિલા પરિવારના ડો. અનિલ દશાણી ઉપસ્થિત છે.

(3:44 pm IST)