રાજકોટ
News of Wednesday, 17th February 2021

કોંગ્રેસના વધુ બે આગેવાનોએ પક્ષને કર્યા રામ રામ

શિક્ષણ સમિતિના સભ્ય ધીરજ મુંગરા અને વાલજીભાઇ લકકડે રાજીનામુ આપ્યું

રાજકોટ તા. ૧૭ : નગર શીક્ષણ સમિતિના સભ્ય ધીરજ મુંગરા અને વોર્ડ નં.૧૧ના પૂર્વ પ્રમુખ વાલજીભાઇ લકકડએ કોંગ્રેસ પક્ષના સામાન્ય સભ્ય પદેથી શહેર કોંગ્રેસ પ્રમુખને રાજીનામુ આપ્યું છે.

આ અંગે ધીરજલાલ અને વાલજીભાઇ લકકડે શહેર પ્રમુખને પાઠવેલ રાજીનામાં પત્રમાં જણાવ્યું હતું કે, પક્ષમાં અવાર નવાર  અવગણના થતી હોય કાર્યકરોને પુરતું પ્રોત્સાહન મળતુ ન હોવાથી પક્ષના સામાન્ય સભ્ય પદ તથા તમામ હોદા પરથી રાજીનામુ આપ્યું હતું.

(3:53 pm IST)