રાજકોટ
News of Wednesday, 17th February 2021

પોતાના તથા સ્વજનોના હિત માટે કોવીડ વેકિસનેશન જરૂરી : નર્સ હંસાબેન દુગ્ગલ

દેશમાં જ બનેલી વેકસીન ૧૦૦ ટકા સલામત છે, ડરવાની જરૂર નથી : સફાઇ કર્મી જીતુભાઇએ કહ્યું-ગભરાટ વગર રસી મુકાવજો, કોઇ આડઅસર નથી]

રાજકોટ તા. ૧૭: કોરોનાવાયરસનો જડમુળથી ખાત્મો બોલાવવા માટે ભારતમાં જ બનેલી કોવિશિલ્ડ વેકિસનના પ્રથમ તબક્કાના બીજો ડોઝના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ ડોઝ લીધાના ૨૮ દિવસ બાદ બીજો ડોઝ લઈ શકાય તે બાબતોને ધ્યાને રાખીને રાજકોટ શહેરના ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ એવા મેડીકલ - પેરા મેડીકલ સ્ટાફને બીજો ડોઝ આપવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ પદ્મકુંવરબા હોસ્પિટલના ડોકટરો, અધિકારીઓઅનેઆરોગ્ય કર્મીઓને બીજા ડોઝની રસી આપવામાં આવી હતી.

આ તકે સફાઈકર્મી તરીક કામ કરનાર જીતેન્દ્રભાઇ પરમારે જણાવ્યું હતુંકે,૧૬ મી જાન્યુઆરીના રોજ કોરોના વાયરસની રસીનો મે પહેલો ડોઝ લીધો હતો. ત્યારે થોડા સમય માટે મને ચક્કર આવ્યા હતા પણ બાદમાં હું સ્વસ્થ થઈ ગયો આ પ્રથમ તબક્કાની રસી લીધા બાદના ૨૮ મા દિવસે આજે મેં બીજો લીધો છે. મારે બધાને કહેવું છે કે,કોરોનાની આ રસી જયારે પણ તેમને આપવામાં આવે ત્યારે કોઈપણ જાતના ગભરાટ વિના આ રસી મૂકાવજો. કોરોનાની આ રસીની કોઈ જ આડઅસર થતી નથી.

છેલ્લા ૨૦ વર્ષથી પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફતરીકે ફરજ બજાવતા હંસાબેન દુગ્ગલ જણાવે છે કે,કોરોનાની વેકિસન સંપૂર્ણ સલામત છે. ડાયાબિટીસ,બીપી કે હાયપર ટેન્શન જેવી બિમારી હોવા છતાં પણ ગભરાવાની જરૂર નથી. હું પોતે ચાર છેલ્લા ચાર વર્ષથી હાઈપર ટેન્શન, બીપી અને ડાયાબિટીસની દવા લઉં છું. મેં આ રસીનો પહેલો ડોઝ લીધા બાદ આજે બીજો ડોઝ પણ લીધો છે. હું એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છું. વેકિસન લેવા બાબતે કોઈએ જરા જેટલું પણ ગભરાવાની જરૂર નથી.પ્રત્યેક વ્યકિતએ સ્વયંના અને સ્વજનોના હિત માટે વેકિસનેશન કરાવવું ખુબ જ જરૂરી છે.

કોરોના વેકિસનેટર તરીકે કામ કરતા હંસાબેન જણાવે છેકે,દેશમાં જ બનેલી કોરોનાની વેકિસન સો ટકાસલામતછે.કોરાનાથીબચવાના રસ્તાઓમાં માસ્ક, સેનેટાઈઝેશન, સોશીયલ ડીસ્ટંસિંગ અનેવેકિસન છે. તેમાં વેકિસન એસૌથી વધુ અસરકારક વિકલ્પછે, એટલે રાજકોટના લોકોએ અફવાઓથી ગેરમાર્ગે દોરાયા વગર કોરોનાવેકસીનઅચૂકલેવીજોઇએ. નજીકના સમયમાં ૫૦ વર્ષથી ઉપરના લોકોને કોરોના વેકસીન અપાનાર છે.

(3:55 pm IST)