રાજકોટ
News of Saturday, 17th April 2021

રાજકોટ એસટી ડેપોમાં કોરોનાનો હાહાકાર : ૭૫ એસટી ડ્રાઈવર- કન્ડકટર સહિત કુલ ૭૭ને કોરોના વળતા ડેપો ખાલી ખમ

રાજકોટ, તા.૧૭ : રાજકોટ એસટીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં એસટી ડીવીઝનના ૭૫ ડ્રાઈવર અને કન્ડકટર સહિત કુલ ૭૭ને કોરોના પોઝીટીવ જાહેર થતાં ભારે ફફડાટ મચી ગયો છે.

આ ૭૭માં એસટીના ડેપોના બે કારકૂનનો પણ સમાવેશ થાય છે. તમામ ૭૭ને હોમ કવોરન્ટાઈન કરી દેવા આદેશ કરાયા છે. માત્ર ૨૦ ટકા મુસાફરો આવી રહ્ના છે અને જઈ રહ્ના છે. રાજકોટ એસટી ડેપો અંગે તાત્કાલીક કાર્યવાહી કરવા અને વધુ ટેસ્ટીંગ બુથો ઉભા કરી લોકોનું ૨૪ કલાક ચેકીંગ કરવા અંગે યુનિયન અને આગેવાનોએ માંગણી કરી છે. આ ૭૫ એસટી કન્ડકટર - ડ્રાઈવર માંથી ૧૦ થી ૧૨ લોકોની સ્થિતિ વધુ ખરાબ હોવાનું અધિકારી સૂત્રો જણાવી રહ્ના છે.

(11:00 am IST)