રાજકોટ
News of Saturday, 17th April 2021

કોરોના ટેસ્ટીંગ માટે ચૌધરી હાઇસ્કુલ મેદાનમાં લાંબી લાઇનોઃ છાંયડો-પાણીની વ્યવસ્થા જરૂરી

રાજકોટઃ કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે શહેરીજનો જાગૃત બની સામેથી કોરોના ટેસ્ટીંગ માટે સીવીલ હોસ્પીટલે ચૌધરી હાઇસ્કુલ મેદાનમાં શરૂ કરાવેલા ટેસ્ટીંગ બુથમાં મોટી સંખ્યામાં પહોચી રહયા છે. આથી મેદાનથી બહાર નિકળી જાય તેટલી હદે ટેસ્ટીંગ કરાવનારની લાઇનો લાગે છે. ત્યારે આ સ્થળે તંત્ર દ્વારા મંડપ નાંખી છાંયડો કરાવવામાં આવે તેમજ સ્થળ પર પીવાના પાણીની વ્યવસ્થા કરાવવા માટે લોકોની માંગ ઉઠી રહી છે. તસ્વીરમાં ખરા તડકામાં ટેસ્ટીંગ માટે ઉભેલા લોકોની લાંબી લાઇન દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:55 pm IST)