રાજકોટ
News of Saturday, 17th April 2021

કોરોન્ટાઇન વ્યકિતઓને નિયમોનું પાલન કરવા સૂચન કરતી એ ડીવીઝન પોલીસ

રાજકોટ : શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવિણકુમાર મીણા તથા એસીપી એસ.એસ.ટંડેલની સુચનાથી હાલમાં કોરોના મહામારી દરમ્યાન કોરોના પોઝીટીવ વ્યકિતને તથા તેમના ઘરના સભ્યોને હોમ કોરોન્ટાઇલ કરવામાં આવે ત્યારે તેઓ ઘરમાં જ રહે બહાર ન નીકળે એ અંગેની સુચના જે હોમ કોરોન્ટાઇલ વ્યકિતઓ વિરૂધ્ધ કોરોન્ટાઇલ ભંગના ગુન્હા દાખલ કરવામાં આવેલ તેમના એપાર્ટમેન્ટ કે સોસાયટીના અગ્રણીને મળી સુચના આપવામાં આવેલ તેમજ આ સિવાયના હોમ કોરોન્ટાઇન વ્યકિત પણ ઘરે જ રહે બહાર ન નિકળે તે માટેની સુચના આપવામાં આવેલ તથા જો હોમ કોરોન્ટાઇન થયેલ વ્યકિત ઘરની બહાર નિકળે તો એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટેના  સૂચનો આપતા પીઆઇ સી.જી.જોષી સ્ટાફ સાથે નજરે પડે છે.

(3:56 pm IST)