સગીરાના અપહરણ અને બળાત્કારના ગુનામાં મદદગારી કરનાર દંપતિને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ
પાંચ વર્ષથી ફરાર ઉગમેડીગામના કાનજી ઉર્ફે કાનો તેની પત્ની રેખા મીઠાપરાને કુવાડવા પાસેથી દબોચ્યા : ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. પી. એમ.ધાખડાની ટીમની કામગીરી
રાજકોટ તા. ૧૭ : શહેરના થોરાળા વિસ્તારની સગીરાનું અપહરણ કરી બળાત્કારના ગુનામાં મદદગારી કરી પાંચ વર્ષથી ફરાર દંપતીને ક્રાઇમ બ્રાંચની ટીમે કુવાડવા પાસેથી ઝડપી લીધા હતા.
મળતી વિગત મુજબ થોરાળા વિસ્તારમાં રહેતી સગીરાને પાંચવર્ષ પહેલા રાજુ ઉર્ફે લાલો ગોહેલ લલચાવી ફોસલાવી ધમકી આપી અપહરણ કરી બળાત્કાર ગુજારતા થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા જે તે વખતે થોરાળા પોલીસે આરોપી રાજુ ઉર્ફે લાલો મેરામભાઇ નેત્રા (ઉ.ર૧) (રહે.લામકાગામ તા.બાબર) અને મદદગારી કરનાર વિક્રમ ઉર્ફે વિપુલ બોઘાભાઇ વાસાણી (ઉ.ર૦) (રહે.ખોખડદળ નદીના પુલ પાસે શીવધારા સોસાયટી મુળ કાસકોલીયા તા. જસદણ)ની ધરપકડ કરી હતી જયારે કાનો અને રેખા ફરાર થઇ ગયા હતા. દરમ્યાન પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે અગલ અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ.વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.એમ. ધાખડા, હેડ કોન્સ મયુરભાઇ પટેલ, અમીતભાઇ અગ્રવાલ, વિરેન્દ્રસિંહ ઝાલા, નગીનભાઇ ડાંગર, કુલદીપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, પ્રદીપસિંહ જાડેજા તથા મહિલા કોન્સ ગાયતરીબા ગોહીલ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે થોરાળા પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણ અને બળાત્કારના ગુનામાં મદદગારી કરનાર બે શખ્સો કુવાડવા પાસે હોવાની હેડ કોન્સ મયુરભાઇ તથા કુલદીપસિંહ અને નગીનભાઇને બાતમી મળતા કુવાડવા નજીકથી કાનજી ઉર્ફે કાનો વીરાભાઇ મીઠાપરા (ઉ.૩૯) અને તેની પત્ની રેખા કાનજી ઉર્ફે કાનો મીઠાપરા (ઉ.૩૯) (રહે.ઉગામેડી) જી. બોટાદ મુળ બળધોઇ ગામ તા. જસદણ)ને પકડી લીધા હતા બંનેની પુછપરછમાં ભોગ બનનાર સગીરાને પાંચ વર્ષ પહેલા રેખા મીઠાપરાએ વિપુલ વાસાણી સાથે આજીડેમ ચોકડીએ મોકલતા ત્યાંથી રાજુ ઉર્ફે લાલો સગીરાને પોતાના વતનમાં લઇ ગયો હતો. અને ત્યાંથી રાજુ ઉર્ફે લાલો સગીરાન ેબનેવી કાનજી ઉર્ફે કાનો મીઠાપરાની બળધોઇ ગામ પાસે આવેલી વાડીએ લઇ ગયો હતો ત્યાં વિક્રમ ઉર્ફે વિપુલ બોઘાભાઇ વાસાણીએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. અને આ વાત કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદ રાજુ ઉર્ફે લાલો સગીરાને ત્યાંથી ઢસા ગામમાં પોતાના સગાને ત્યાં લઇ જઇ એક ઓરડીમાં રાખી રાજુ ઉર્ફે લાલાએ પણ સગીરા સાથે અવાર નવાર દુષ્કર્મ આચયુંર્ હતું આ બનાવામાં ક્રાઇમબ્રાંચની ટીમે મદદગારી કરનાર કાનજી ઉર્ફે કાનો તેની પત્ની રેખા મીઠાપરાને પકડી થોરાળા પોલીસને સોંપવા કાર્યવાહી કરી હતી.